નેવી

ઉત્તર અરબ સાગરમાં જોવા મળી ચીન વિરુદ્ધ દુનિયાના સૌથી મોટા ગઠબંધનની ઝલક

ઉત્તર અરબ સાગરમાં એકવાર ફરીથી ભારત અને જાપાન વચ્ચે મજબૂત દોસ્તીની ઝલક જોવા મળી. શનિવારે અહીં ભારત અને જાપાનની નેવી વચ્ચે જોઈન્ટ અભ્યાસ (military exercise) શરૂ થયો. ભારત (India) અને જાપાન (Japan) નો આ સંયુક્ત અભ્યાસ ચીન (China)  માટે એક જબરદસ્ત સંદેશ પણ છે. ચીન વિરુદ્ધ દુનિયામાં એક મોટું ગઠબંધન તૈયાર થવા જઈ રહ્યું છે. બંને દેશોની નેવી વચ્ચે આ અભ્યાસ સોમવાર સુધી ચાલુ રહેશે. 

Sep 27, 2020, 06:40 AM IST

સૌરાષ્ટ્રમાં કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર, નેવી, NDRF અને એરફોર્સની મદદ લેવાશે

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હાલાર પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ સતત 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તંત્ર પણ દોડતું થયું છે. ગાંધીનગર ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલ દ્વારા તત્કાલ બેઠક આયોજીત કરવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓ સાથે પણ સંકલન સાધવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હજી પણ 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા તાબડતોબ પગલા ઉઠાવાઇ રહ્યા છે. 

Jul 7, 2020, 06:44 PM IST

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ મોટી સંરક્ષણ ડીલને મંજૂરી, જાણો 'રોમિયો' કેમ જરૂરી છે ભારતીય નેવી માટે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જ ભારતે ભારતીય નેવી માટે મલ્ટીરોલ હેલિકોપ્ટર ખરીદવાની 2 અબજ ડોલરની ડીલને મંજૂરી આપી દીધી છે. અમેરિકાએ પણ દિલ્હીની વાયુ સરહદને સુરક્ષિત કરવા માટે મિસાઈલ શીલ્ડ સિસ્ટમની રજુઆત કરી છે.

Feb 20, 2020, 07:52 AM IST

'તાનાજી' જોવા પહોંચ્યા ત્રણેય સેના પ્રમુખ, અજય દેવગણ ગદગદ થયો

અજય દેવગણની તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanaji: The unsung warrior)  બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ  બનાવી રહી છે. અજય દેવગણના કામના ખુબ વખાણ થઈ રહ્યાં છે. આ બધા વચ્ચે ત્રણેય સેનાઓના પ્રમુખ પણ આ ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતાં.

Jan 21, 2020, 11:23 AM IST

પર્લ હાર્બર બેસ પર ફાયરિંગ, હુમલાખોરોએ પોતાને ગોળી મારી, એરફોર્સ ચીફ ભદોરિયા પણ હતા હાજર

અમેરિકાના હવાઇ દ્વીપ સ્થિત પર્લ હાર્બર મિલિટ્રી બેસ પર એક બંદુકધારીએ નેવી શિપપાર્ડ પર ગોળીબારી કરી દીધી. તેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. બંદુકધારીએ પછી પોતાને ગોળી મારીને હત્યા કરી લીધી. જે સમયે ઘટના થઇ ત્યાં ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા પોતાની ટીમ સાથે હાજર હતા.

Dec 5, 2019, 11:42 AM IST

Exclusive: J&Kમાં તૈનાત થશે ત્રણેય સેનાઓની સ્પેશિયલ ફોર્સ, આતંકીઓનો કાળ બનીને તૂટી પડશે

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ હવે સરકાર કાશ્મીર ખીણમાં આતંકના નેટવર્કને મૂળમાંથી નાશ કરવાના કામે લાગી છે. રક્ષા મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સેના, વાયુસેના અને નેવીની સ્પેશિયલ ફોર્સિસને એક સાથે કાશ્મીરમાં તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

Nov 24, 2019, 10:53 PM IST
6 navy soldiers madethe journey from manali to leh on a bicycle PT5M57S

નેવીના 6 સૈનિકોએ મનાલીથી લેહની સફર સાયકલ પર કરી

નેવી સેનાની પાખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાનીથી અતિ કઠિન અને સાહસિક ગણાતી એવામાની એક મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે.

Oct 19, 2019, 10:50 PM IST

માત્ર 9 દિવસમાં નેવીના 6 સૈનિકોએ મનાલીથી લેહની સફર સાયકલ પર કરી

નેવી સેનાની પાખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાનીથી અતિ કઠિન અને સાહસિક ગણાતી એવામાની એક મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે. 
 

Oct 15, 2019, 08:52 PM IST

ધૂંધવાયેલા પાકિસ્તાન તરફથી સમુદ્રી રસ્તે આતંકી હુમલાની આશંકા! નેવી હાઈ અલર્ટ પર 

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. સમુદ્રી રસ્તે પાકિસ્તાન તરફથી સંભવિત આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ભારતીય નેવીને હાઈ અલર્ટ પર રખાઈ છે.

Aug 10, 2019, 12:01 PM IST

ગુજરાતના 2 યુવાઓની નેવીમાં પસંદગી, આ છે સુરતની પહેલી મહિલા સબ લેફ્ટનન્ટ

એક સમય એવો હતો કે ગુજરાતીઓ માટે એવું કહેવાતું કે તેમના લોહીમાં માત્ર વેપાર છે, ગુજરાતીઓ ક્યારેય દેશની સુરક્ષા માટેની ડિફેન્સ ફોર્સીસમાં જતા નથી. પરતું છેલ્લા કેટલાક વર્ષોમાં આ વાતને ગુજરાતીઓએ ખોટી પાડી છે.

Jun 26, 2019, 03:12 PM IST

સોમનાથના જાલેશ્વર વિસ્તારમાં લોકોનો જીવ બચાવતા પોલીસ કર્માચારી જોખમમાં મુકાયો

વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં લોકોના જીવ બચાવવાની કવાયત કરી રહેલા પોલીસ કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતો. સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ડીવાયએસપી અમિત વસાવા અને મહિલા પોલીસ સમુદ્રના મહાકાય મોજાની ઝપટે ચડી ગયા હતા. જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓ મકાનના છાપરા પર લટકાયા હતા.

Jun 13, 2019, 03:41 AM IST

ગોવા એરપોર્ટ પર એકાએક આગ ફાટી નીકળી, પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા

ગોવા એરપોર્ટ પર આજે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી છે. એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ નેવીના મિગ 29ના વિમાનની ડ્રોપ ટેંક અચાનક નીચે પડી ગઈ.

Jun 8, 2019, 03:29 PM IST

ભારે તણાવ વચ્ચે ભારતની ત્રણેય સેનાની આજે સાંજે મહત્વની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને આપણા એક એરફોર્સના જવાનને પાકિસ્તાને પકડ્યા હોવાના કારણે જે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે તે બધા વચ્ચે આજે સાંજે 5 કલાકે ભારતની ત્રણેય સેના આર્મી, નેવી અને એરફોર્સના પ્રમુખ એક સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફન્સને સંબોધશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિની જાણકારી આપશે. રિપોર્ટ્સ મુજબ એવી અટકળો થઈ રહી છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં સેના આગળની રણનીતિ અને અત્યાર સુધી થયેલી ગતિવિધિઓની જાણકારી આપી શકે છે. 

Feb 28, 2019, 02:27 PM IST

ભારતીય નેવી બની વધુ શક્તિશાળી, દરિયાના ઊંડા પાણીમાં જઈને કરી શકશે બચાવ કાર્ય

ભારતીય નેવીના કાફલામાં હાલમાં જ સામેલ થયેલી ડીએસઆરવીના પહેલા સફળ પરીક્ષણની સાથે જ સેનાની બચાવ ક્ષમતામાં એક નવો અધ્યાય જોડાઈ ગયો છે.

Oct 17, 2018, 04:37 PM IST

VIDEO કેરળ: નેવીના જવાનોનું અદમ્ય સાહસ, હેલિકોપ્ટરથી ગર્ભવતી મહિલાને કરી એરલિફ્ટ

ભારતના દક્ષિણ રાજ્ય કેરળ પર હાલ સદીની સૌથી મોટી ત્રાસદી જોવા મળી રહી છે. કેરળ હાલ ભયંકર પૂર અને વરસાદની કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે.

Aug 18, 2018, 11:16 AM IST

પાક.-ચીન સીમા પર ભારતીય વાયુસેનાનું શક્તિપ્રદર્શન: 1100 એરક્રાફ્ટ કરશે યુદ્ધાભ્યાસ

દેશનાં સૌથી મોટા યુદ્ધાભ્યાસમાં એરફોર્સ ઉપરાંત ભારતીય સેના અને ભારતીય નૌસેના પણ જોડાશે

Apr 6, 2018, 09:02 PM IST