Navy Dayની જામનગર ખાતે ભવ્ય ઉજવણી, પરેડ અને રિટ્રીટનું કાર્યક્રમોનું આયોજન
જામનગર સ્થિત નેવીની પાખ INS વાલસુરા દ્વારા 4 ડિસેમ્બરને નેવી-ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે નેવી-ડેની સંધ્યાએ વાલસુરા ખાતે આવેલા નેવીના મથકમાં બીટિંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમો સાથે નેવી-ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મુસ્તાક દલ/ જામનગર: જામનગર સ્થિત નેવીની પાખ INS વાલસુરા દ્વારા 4 ડિસેમ્બરને નેવી-ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે નેવી-ડેની સંધ્યાએ વાલસુરા ખાતે આવેલા નેવીના મથકમાં બીટિંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમો સાથે નેવી-ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતીય નેવી દ્વારા કરાંચી હાર્બરને નષ્ટ કરી ઝળહળતો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આજ દિવસે નેવી-ડે તરીકે ઊજવવામાં આવે છે, ત્યારે ચાલો આપણે પણ નેવીના આ ઝળહળતા ઇતિહાસની શૌર્યગાથા અંગેની સફર કરીએ.
Bin Sachivalay Clerk Exam: વિદ્યાર્થીઓની 'એક્તા'થી સરકાર ભીંસમાં!, CM રૂપાણીએ તાકીદે બોલાવી બેઠક
આર્મી, નેવી અને એરફોર્સ ભારતીય સેનાની ત્રણેય પાંખ દેશ સેવા માટે હંમેશા રહે છે તત્પર અને આવી જ એક ઐતિહાસિક જીત કે જે ભારતીય નેવી દ્વારા 1971ની સાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ દરમિયાન સાહસિકતા અને શૌર્ય સાથે પાકિસ્તાનના કરાચી હાર્બર પર 4 ડિસેમ્બરના રોજ ભારતીય નેવી દ્વારા સફળ હુમલો કરી કરાચી બંદર પર દુશ્મનોના હથિયારો નષ્ટ કરવામાં આવ્યા. ભારત પાકિસ્તાનના ઐતિહાસિક યુદ્ધમાં આ એક મહત્ત્વનો સફળ હુમલો સાબિત થયો ત્યારે આ ગૌરવપૂર્ણ દિવસને ભારતીય નેવી દ્વારા નેવી-ડે તરીકે મનાવવામાં આવે છે. જેની ઉજવણી ભારતીય નેવી દ્વારા દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ આખા ભારતભરમાં ખૂબ ઉત્સાહ સાથે કરવામાં આવે છે.
પશુપાલકો આનંદો ! સુમુલ ડેરી દ્વારા દુધના ચુકવાતા ભાવમાં વધારો કરાયો
જામનગર સ્થિત સેનાની પાંખ INS વાલસુરા પણ ભારતીય સેનામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અહીંથી ખૂબ મોટી સંખ્યામાં દેશના જવાનો તાલીમ લઈ સેનામાં જોડાય છે. જ્યારે નેવી વાલસુરા દ્વારા નેવી-ડે ની પણ એક આખા મહિના સુધી વિવિધ કાર્યક્રમોના આયોજનો કરી ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. અને નેવી-વિક સહિતના કાર્યક્રમો પણ યોજાય છે. જ્યારે ખાસ કરીને એક મહિના અગાઉથી જ યોજવામાં આવતા કાર્યક્રમોમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ બેન્ડ કન્સર્ટ અને પેઈન્ટિંગ કોમ્પિટિશન તેમજ ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન સહિતના કાર્યક્રમો યોજી નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
પરીક્ષા કોઇ કાળે રદ્દ નહી થાય, વિદ્યાર્થીઓ શાંતિથી ઘરે પરત ફરે: પ્રદિપસિંહ જાડેજા
જ્યારે નેવી-ડે ની સંધ્યાએ જામનગરમાં આવેલ નેવી વાલસુરા ખાતે ખાસ બીટિંગ રિટ્રીટ સેરેમની યોજવામાં આવી હતી. આ સેરેમનીમાં બેન્ડ પર્ફોર્મન્સ, કન્ટિનયુટી ડ્રીલ, સનસેટ સેરેમની, પીટી ડિસ્પ્લે તેમજ મસાલા ડિસ્પ્લે અને નેશનલ એન્થમ સહિતના અદભૂત કાર્યક્રમો યોજવામાં આવ્યા. જેમાં નેવીના જવાનો દ્વારા ખૂબ મહેનતથી તૈયાર કરાયેલ તમામ કાર્યક્રમો અદભૂત રીતે રજૂ કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત સૌ કોઇ તાળીઓ ના ગળગળાટ થી નેવીના જવાનોનાં પર્ફોર્મન્સને બિરદાવ્યું હતું. બીટિંગ રિટ્રીટ અને સનસેટ સેરેમની સદીઓ જૂની સૈનિકોની પરંપરાની યાદને તાજી કરે છે. જ્યારે યુધ્ધ દરમિયાન સૂર્યાસ્ત સમયે સૈનિકો માટે વાપસીનું બ્યુગલ વાગે છે અને સૈનિક યુદ્ધ બંધ કરી પોતાના હથિયારો પાછા રાખી અને યુદ્ધ ક્ષેત્રથી બહાર નીકળી શિબિરોમાં પાછા જાય છે ત્યારે બિટિંગ રિટ્રિટ સેરેમની ને યાદ કરે છે...જેના ભાગરૂપે ખાસ નેવી-ડે માં આ સમારોહને યોજવામાં આવે છે.
SPG અને PAAS પણ વિદ્યાર્થીઓની પડખે, કહ્યું દરેક પરિક્ષામાં સેટિંગ થાય છે
જ્યારે આજની યુવા પેઢી ખાસ કરીને સેનાની કામગીરીથી વાકેફ થાય અને સેનામાં વધુને વધુ સંખ્યામાં જોડાય તે માટે પણ નેવી દ્વારા તમામ કાર્યક્રમો દરમિયાન યુવા પેઢીને મોટીવેટ કરવાના પણ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત ખાસ જામનગરની નેવી વાલસુરા દ્વારા યોજાતી સૌરાષ્ટ્ર હાફ મેરેથોન ખૂબ જ પ્રખ્યાત છે અને આગામી 8 ડિસેમ્બરના રોજ આ હાફ મેરેથોન યોજાવા જઇ રહી છે ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં આ હાફ મેરેથોનમાં જોડાય તેવી પણ નેવી વાલસુરાનાં કમાન્ડિંગ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube