પરીક્ષા કોઇ કાળે રદ્દ નહી થાય, વિદ્યાર્થીઓ શાંતિથી ઘરે પરત ફરે: પ્રદિપસિંહ જાડેજા
બિન સચિવાલયની પરીક્ષા હાલ સમગ્ર ગુજરાતનો વિવાદિત અને વિદ્યાર્થીઓનો મોટો મુદ્દો બની ચુકી છે. ત્યારે સમગ્ર મુદ્દે વહેતી ગંગામાં હાથ ધોવા માટે એક પછી એક નેતાઓ અને સમાજનાં અગ્રણીઓ પણ આગળ આવી રહ્યા છે.
Trending Photos
ગાંધીનગર : બિન સચિવાલયની પરીક્ષા હાલ સમગ્ર ગુજરાતનો વિવાદિત અને વિદ્યાર્થીઓનો મોટો મુદ્દો બની ચુકી છે. ત્યારે સમગ્ર મુદ્દે વહેતી ગંગામાં હાથ ધોવા માટે એક પછી એક નેતાઓ અને સમાજનાં અગ્રણીઓ પણ આગળ આવી રહ્યા છે. તો બીજી તરફ સરકાર પણ અક્કડ વલણ દાખવી રહી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે, જે દોષીતો છે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો સીસીટીવીમાં ચોરી કરતા જોવા મળી રહ્યા છે તેમના પર કાર્યવાહી જરૂર કરવામાં આવશે પરંતુ પરીક્ષા રદ્દ કરવાની જે અયોગ્ય માંગણીઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે તે સંતોષી શકાશે નહી. કોઇ પણ સ્થિતીમાં પરીક્ષા રદ્દ કરવામાં આવશે નહી. જેથી વિદ્યાર્થીઓ કોઇ વિપક્ષી નેતા કે અન્ય કોઇ પણ વ્યક્તિનાં દોરવ્યા ગેરમાર્ગે દોરવાવું નહી. દરેક વિદ્યાર્થી શાંતિપુર્વક ઘરે પરત ફરી જાય તે જ પ્રાર્થના અને અપીલ છે.
ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પેપર એક પણ સ્થળ પરથી લિક થયું નથી. જે 39 ફરિયાદો મળી છે, તેના સંદર્ભમાં સંબંધિત લોકોને આવતીકાલથી મંડળમાં બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ચોરી કરી છે તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમજ સંડોવાયેલા જવાબદાર અધિકારીઓના જવાબ લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં કોઈને પણ છોડવામાં નહિ આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે