અમેરિકામાં રહેતા આ ગુજરાતી વૈજ્ઞાનિકને ના મળી ગરબામાં એન્ટ્રી, જાણો કેમ...
ગુજરાતના વડોદરામાં રહેતા 29 વર્ષના કરણ જાનીની સાથે થઇ છે. તેઓ અમેરિકામાં અંતરિક્ષ વૈજ્ઞાનિક છે અને 12 વર્ષ પહેલા તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા.
અમદાવાદ: નવરાત્રીમાં ગરબાનું આયોજન દેશ-વિદેશમાં ધામધૂમથી કરવામાં આવે છે. અમેરિકામાં પણ ગરબાનું આયોજન કરવા આવતું હોય છે, પરંતુ ત્યાના એટલાન્ટા શહેરમાં ગરબા રમવા ગયેલા મૂળ ગુજરાતી વૈજ્ઞાનિક અને તેમના મિત્રોને ગરબા રમવાની પરવાનગી મળી ન હતી. બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે આયોજકોએ એટલા માટે ગરબામાં એન્ટ્રી ના આપી કેમકે તેમને તેના નામને લઇ શંકા હતી કે તેઓ હિન્દુ નથી. તેમનું કહેવું હતું કે તમે લોકો હિન્દુ નથી. માટે તમને એન્ટ્રીની પરવાનગી આપવામાં આવશે નહીં.
વાંચવા માટે ક્લિક કરો: ભક્તિનું અનોખું રૂપ: આ છે ગુજરાતના સૌથી રિચેસ્ટ ગરબા, જોઇને આંખો પહોળી થઇ જશે
આ ઘટના ગુજરાતના વડોદરામાં રહેતા 29 વર્ષના કરણ જાનીની સાથે થઇ છે. તેઓ અમેરિકામાં અંતરિક્ષ વૈજ્ઞાનિક છે અને 12 વર્ષ પહેલા તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે શુક્રવારે તેઓ તેમના ત્રણ મિત્રો સાથે એટલાન્ટાના શ્રી શક્તિ મંદિરમાં આયોજિત ગરબા પ્રોગ્રામમાં ગયા હતા. પરંતુ તેમને ત્યાના આયોજકે ગરબા રમવા માટે અંદર જવા દીધા ન હતા.
સુરતમાં પરપ્રાંતિયનું હુમલાને કારણે નહી, અકસ્માતે મોત નિપજ્યું છે: પ્રદિપસિંહ જાડેજા
તેમણે કહ્યું કે આ દરમિયાન જ્યારે તેમના એક મિત્રએ આયોજનકોને પોતાનું ઓળખ કાર્ડ દેખાડ્યું અને એન્ટ્રીની પરવાનગી માંગી તો આયોજકે તેમને કહ્યું તમારી અટક ‘વાળા’ છે, આ હિન્દુ અટકની જેમ લાગતી નથી, માટે અમે તેમને ગરબા રમવાની પરવાનગી આપી શકતા નથી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો...