Tokyo Olympics 2020: સુરતમાં તૈયાર થયેલા ફેબ્રિકના ડ્રેસ પહેરશે ભારતીય ખેલાડીઓ
સુરત (Surat) ના વેપારીઓને આ કાપડ બનાવવાની સુવર્ણ તક મળી અને આ જ કારણ છે કે, સુરત સર્ક્યુલર નિટીંગ (Circular knitting fabric) ઉત્પાદનમાં હબ બની ગયું છે
ચેતન પટેલ, સુરત: પ્રથમવાર ઓલમ્પિક (Olympic) માં ભારતીય ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના સ્પોર્ટસ ડ્રેસ પહેરશે, જે સુરત માટે ગૌરવની વાત છે. અત્યાર સુધી ઓલિમ્પિક (Olympic) ના ઈતિહાસમાં જે પણ એથેલીટ રમવા જતા હતા. તે ચીનમાં તૈયાર થતા ફેબ્રિકના સ્પોર્ટસ કોસ્ચ્યુમ પહેરતા હતા. પરંતુ કોરોના કાળ (Coronavirus) માં કેન્દ્ર સરકાર (Central Government) ના કડક વલણના કારણે સર્ક્યુલર નિટીંગ (Circular knitting fabric) હવે ચાઇનાથી આયાત થતું નથી. પરંતુ સુરતના જ કાપડના વેપારીઓ ફેબ્રિક તૈયાર કરી રહ્યા છે.
આજ કારણ છે કે, પ્રથમવાર ઓલમ્પિક (Olympic) માં ખેલાડીઓ સુરતમાં તૈયાર આ ફેબ્રિક (Fabric) ના સ્પોર્ટ ડ્રેસ પહેરી મેદાનમાં ઉતરશે. દુતીએ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી, કહ્યું- ટોક્યો ઓલમ્પિક (Olympic) ની તૈયારી માટે કાર વેંચી સુરત સર્ક્યુલર નિટીંગ ઉત્પાદનમાં હબ બની ગયું છે.
Tokyo Olympics: 1964 માં ભારતે PAK ને હરાવી જીત્યો હતો ગોલ્ડ, ટીમમાં હતા UP ના લાલ
વિશ્વભરના સ્પોર્ટ્સ મેન જે કાપડને પસંદ કરી રહ્યા છે, તે કાપડ હવે સુરતમાં બનવા લાગ્યું છે. સર્ક્યુલર નિટીંગ ફેબ્રિક (Circular knitting fabric) માટે અત્યાર સુધી ચાઇના વિશ્વમાં સૌથી મોટું માર્કેટ ધરાવતું હતું. પરંતુ કોરોના કાળમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેના કારણે ચાઇનાથી 800 ટન જેટલું કાપડ ભારત (India) માં આયાત થતું હતું. તેની પર ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જેના કારણે સુરત (Surat) ના વેપારીઓને આ કાપડ બનાવવાની સુવર્ણ તક મળી અને આ જ કારણ છે કે, સુરત સર્ક્યુલર નિટીંગ (Circular knitting fabric) ઉત્પાદનમાં હબ બની ગયું છે. સુરતમાં તૈયાર આ કાપડ વિશ્વમાં જાય છે. સુરત (Surat) માં તૈયાર આ કાપડ વિશ્વમાં જાય છે અને મોટા-મોટા ખેલાડીઓ માટે તે પહેલી પસંદ બની ગયું છે. હાલ ઓલમ્પિક(Olympic) માં પણ ભારતીય ખેલાડીઓ સહિત અન્ય ખેલાડીઓ અને એથલીટ્સ સુરતમાં તૈયાર આ કાપડના સ્પોર્ટસ ડ્રેસ પહેરીને મેદાનમાં ઉતરશે.
કાપડ બનાવનાર વિષ્ણુભાઈનું કહેવું છે કેઓલમ્પિક (Olympic) માં પણ ખેલાડીઓ જે કાપડનો ડ્રેસ પહેરે છે, તે સુરતમાં તૈયાર થયા છે. અમે અહીંથી કાપડ દેશની અન્ય મંડીઓમાં મોકલતા હોઈએ છીએ અને ત્યાંથી વિશ્વના અનેક દેશોમાં આ કાપડ જાય છે. કાપડની ખાસિયત છે કે, એનાથી પરસેવો સહેલાઈથી સુકાઇ જાય છે. ખેલાડીઓને મુવમેન્ટ કરવામાં પણ સરળતા રહે છે. જેની કિંમત 80 રૂપિયાથી લઇને 200 રૂપિયા મીટર છે. આ કાપડ કિલોના ભાવે વેચાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube