Tokyo Olympics: 1964 માં ભારતે PAK ને હરાવી જીત્યો હતો ગોલ્ડ, ટીમમાં હતા UP ના લાલ
ભારત અને પાકિસ્તાન (Pakistan) ની ટીમ અલગ-અલગ પુલમાં હતી. એક પુલમાંથી ભારતીય ટીમ અને બીજા પુલમાંથી પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી.
Trending Photos
લખનઉ: ટોક્યો ઓલમ્પિક 2020 (Tokyo Olympics 2020) ની આજથી શરૂઆત થઇ ગઇ છે. ઉત્તર પ્રદેશના 10 ખેલાડી આ રમતના મહાકુંભમાં ભાગ લઇ રહ્યા છે. અરવિંદ સિંહ (નૈકાયાન), વંટના કટારિયા (હોકી), સૌરભ ચૌધરી (શૂટિંગ), સતીશ કુમાર (બોક્સિંગ), લલિત ઉપાધ્યાય (હોકી), અન્નૂ રાની (જેવલિન થ્રો), મેરાજ અહમદ (શૂટિંગ), શિવપાલ સિંહ (જેવલિન થ્રો), સીમા પૂનિયા (ડિસ્ક થ્રો), પ્રિયંકા ગૌસ્વામી (વોલ્ક ઇવેંટ) ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics ) માં દેશની સાથે યૂપીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ટોક્યો ઓલમ્પિક 1964 માં ગોલ્ડ મેડલ જીતનાર અલી સઇ
શું તમને ખબર છે કે ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) 1964 માં યૂપીના એક ખેલાડી ગોલ્ડ મેડલ જીતનાર ટીમનો ભાગ રહી ચૂકી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે ગોરખપુરના ટોક્યો ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અલી સઇદ (Ali Sayeed) ની. 57 વર્ષ પહેલાં ઓલમ્પિકનું આયોજન ટોક્યોમાં જ થયો હતો. હોકી જ એકમાત્ર રમત હતી, જેથી ભારતને પદકની આશા હતી. ભારતીય હોકીનો તે સુવર્ણ યુગ હતો અને પરંપરાગત પ્રતિદ્વંદી પાકિસ્તાન ભારતના એકછત્ર રાજને પડકાર આપી રહ્યો હતો.
તેનાથી ચાર વર્ષ પહેલાં 1960 ના રોમ ઓલમ્પિકમાં પાકિસ્તાને ભારતને ફાઇનલમાં હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામે કરી દીધો હતો. આ ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માટે ભારતીય હોકી ટીમની પસંદગીમાં ખૂબ સાવધાની વર્તવામાં આવી હતી. ખેલાડીઓને અભ્યાસ માટે તક આપવામાં આવી. કેમ્પ પહેલાં 80 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી. તેમાંથી 40 ખેલાડી અલગ કરવામાં આવ્યા. અંતે 18 ખેલાડીઓની ટીમ બની હતી. ત્યારે એસ્ટ્રોટર્ફ ન હતું અને ઘાસના મેદાન પર જ હોકી રમાતી હતી.
ભારત-પાકિસ્તાન વચ્ચે સતત બીજીવાર ઓલમ્પિક ફાઇનલ
ભારત અને પાકિસ્તાન (Pakistan) ની ટીમ અલગ-અલગ પુલમાં હતી. એક પુલમાંથી ભારતીય ટીમ અને બીજા પુલમાંથી પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ સતત બીજી તક હતી જ્યારે ભારત અને પાકિસ્તાન ઓલમ્પિક (Pakistan Olympics) ફાઇનલમાં રમી રહી હતી. સ્પેન અને જર્મની વિરૂદ્ધ ભારતની મેચ ગોલરહિત ડ્રો પર સમાપ્ત થઇ હતી. ભારતીય ટીમનું આગામી તબક્કામાં પ્રવેશ કરવો મુશ્કેલ હતો. પરંતુ આપણા બધાના સહિયારા પ્રયત્નથી ભારતે (India) સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધું અને ઓસ્ટ્રેલિયાને 3-1 થી હરાવીને ફાઇનલમાં.
ફાઇલનમાં પાકિસ્તાનને હરાવીને ભારતે બદલો લીધો
જોકે આ પહેલાં ભારતીય ટીમ (Team India) ને રોમ ઓલમ્પિકમાં પાકિસ્તાન સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલા માટે આ વખતે ટીમ પર જોરદાર દબાણ હતું. ભારતીય પુરૂષ હોકી ટીમે મોહિંદર લાલના શાનદાર ગોલના લીધે ફાઇનલમાં પાકિસ્તાનને 1-0 થી હરાવીને ઓલમ્પિક (Olympics) માં પોતાનો 7મો ગોલ્ડ મેડલ જીત્યો. ઓસ્ટ્રેલિયા (Austrelia) એ એકસ્ટ્રા ટાઇમમાં સ્પેનને 3-2 થી હરાવીને પહેલીવાર હોકીમાં ઓલમ્પિક પદક જીત્યો. આ પ્રકારે ઉત્તર પ્રદેશમાંથી ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ખેલાડી અલી સઇ છે. આપણે ઇચ્છીશું કે આ વખતે યૂપીના 10 ખેલાડી ટોક્યો ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરી મેડલ જીતે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે