Ahmedabad To Mumbai Train : અમદાવાદ મુંબઈ વચ્ચે મુસાફરી કરનારાઓ માટે વંદે ભારત ટ્રેન હોટ ફેવરિટ બની છે. ત્યારે તમારી મનગમતી ટ્રેન તમને ઓછા સમયમાં અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ પહોંચાડશે. કારણ કે રેલવે તંત્ર દ્વારા ટ્રેનની ઝડપ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે વંદેભારત ટ્રેન તમને માત્ર 4 કલાક 45 મિનિટમાં મુંબઈ પહોંચાડી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય રેલવેએ મિશન રફ્તારની શરૂઆત કરાવી છે. જે અંતર્ગત એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવાની કામગીરી ચાલી રહી છે. આ કારણે મુસાફરોનો સમય બચશે. આ માટે અમદાવાદ-મુંબઈ અને મુંબઈ-દિલ્હીની રેલવે લાઈન પર કામ ચાલી રહ્યું છે. મુંબઈ-દિલ્હી ટ્રેકની ક્ષમતા અપગ્રેડ કરવામાં આવી છે. જેથી અમદાવાદ-મુંબઈ અને મુંબઈ-નાગડા લાઈન પરના કુલ 126 રેલ બ્રિજને પણ 160 કિમીની ઝડપે સક્ષમ બનાવાયા છે.  જેથી જલ્દી જ અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી વંદેભારત ટ્રેનનો સમય ઘટી જશે. 


આ Video જોઈ તમારું લોહી ઉકળશે! અમેરિકામાં ગુજરાતીઓ જ ગુજરાતીઓ પર કરે છે અત્યાચાર, આ રહ્યો બોલતો પુરાવો


અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનની ઝડપ વધારાશે. જેથી હવે અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેન 4.40 કલાકમાં સફર પૂર્ણ કરશે. મિશન રફ્તારને પગલે 45 મિનિટથી 4 કલાક સુધીને સમય બચી જશે. એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવામાં આવશે. હાલ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સેમી હાઈ સ્પીડ 130ની ઝડપે દોડી રહી છે. જે હવે 160ની ઝડપે દોડશે. 


ન માત્ર વંદે ભારત ટ્રેન પરંતું રેલવે દ્વારા અન્ય ટ્રેનોની પણ ઝડપ વધારાશે. જેથી આ ટ્રેનો પણ તેમના નિયત સમય કરતા વહેલા મુસાફરોને પહોંચાડશે. જોકે, સમય ઘટવાથી ભાડામાં કોઈ ઘટાડો નહિ થાય, માત્ર ઝડપ વધવાથી પહોંચવાના સમયમાં ઘટાડો થશે. હવેથી તમામ વંદેભારત ટ્રેનો, શતાબ્દી, રાજધાની, દુરન્તો અને એક્સપ્રેસ જેવી ટ્રેનો 160 કિમીની ઝડપે દોડશે. 


અમદાવાદની એક સોસાયટીના 174 ફ્લેટ્સમાંથી 74 PG, રહીશોએ નવો નિયમ બનાવતા થઈ બબાલ


વંદેભારત ટ્રેન અને અન્ય ટ્રેનનો સમય


વંદેભારત ટ્રેન - 5.25 કલાક - 4.40 કલાક - 45 મિનિટ
તેજસ એક્સપ્રેસ - 6.25 કલાક - 5.50 કલાક - 35 મિનિટ
શતાબ્દી એક્સપ્રેસ - 6.35 કલાક - 5.50 કલાક - 45 મિનિટ
દુરન્તો એક્સપ્રેસ - 6.50 કલાક - 6.10 કલાક - 40 મિનિટ
મુંબઈ-દિલ્હી રાજધાની - 15.32 કલાક - 12 કલાક - 4 કલાક


આ સાથે રેલવેમાં ગુડ્સ ટ્રેનની પણ ગતિ વધારવામાં આવશે. હવે મુસાફરી કરવી સરળ બનશે સાથે સમયની પણ બચત થશે. 


રૂપાલાના પ્રચારમાં નવા ગ્રૂપની એન્ટ્રી! ક્યાંક કાચું ન કપાય તે માટે ભાજપે ટીમ બદલી