પાટીલના એક ફોન પર સુરતને મળી 6 નવી ટ્રેન, હવે વેકેશનમાં વતન જનારાઓને નહિ નડે ભીડ
Special Trains For Vacation : વેકેશન હોવાથી સુરતથી વધુ 6 ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો, સીઆર પાટીલે પરપ્રાંતિયોને અપીલ કરી હતી કે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા સમયે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે
Indian Railways : ઉનાળુ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશથી અનેક પરપ્રાંતિયો જેઓ સુરતમાં વસે છે તેઓ મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે વતન જતા હોય છે. ત્યારે આવા સમયે ટ્રેનમા ભીડ વધી જતી હોય છે. ગત સમયે ઉધના રેલવે સ્ટેશન પર ધક્કામુક્કીનો માહોલ પણ સર્જાયો હતો. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તાત્કાલિક રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ફોન કર્યો હતો, જેથી સુરતને 6 નવી ટ્રેનો આપવામાં આવી છે.
હાલ વેકેશન હોઈ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ એકઠા થયા હતા. હાલ ઉધના રેલવે સ્ટેશનથી પરપ્રાંતિયો માટે છ ટ્રેનો અલગથી દોડાવવામાં આવી રહી છે. જોકે એક ટ્રેનની અંદર બે થી ત્રણ ટ્રેનમાં જાય તેટલા મુસાફરો સફર કરી રહ્યા છે. તેના જ કારણે મુસાફરોની હાલત ખૂબ જ કફોડી થઈ રહી છે. તો ગરમીના કારણે મુસાફરો બેભાન થતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આજે પણ આ જ પ્રકારની ઘટના બની હતી. જોકે તાકીદે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મુસાફરો માટે સુવિધા કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
રૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, હવે બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશે
આ ઉપરાંત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે વધારે છ ટ્રેનો દોડાવવામાં આવે. ત્યારે આ રજૂઆતને ધ્યાને લઈને રેલવે મંત્રી દ્વારા 6 ટ્રેનો વધુ દોડાવવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. તેને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખે રેલવે મંત્રીનો આભાર માન્ય હતો. સીઆર પાટીલે પરપ્રાંતિયોને અપીલ કરી હતી કે તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા સમયે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને હવે જ્યારે વધારે તેનો જોડાવાનો નિર્ણય કર્યો છે. ત્યારે શાંતિથી પરિવાર સાથે પોતાના વતન સુધી પહોંચે.
ઉલ્લેખનીય છે કે, હાલ ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે લોકોએ પડાપડી કરી હતી. આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, જેઓને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને અમદાવાદથી પટના માટે બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સાબરમતી-પટના અને અમદાવાદ -પટના વચ્ચે બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરાયો છે.
સંમેલન પહેલા ક્ષત્રિયોની અટકાયત, રાજકોટ ના પહોંચે તે માટે જુઓ કોને કોને નજરકેદ કરાયા
પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળા દરમિયાન મુસાફરોને ધ્યાને રાખી સાબરમતી - પટના સ્પેશિયલ ટ્રેન 16 એપ્રિલ થી 25 જૂન સુધી દર મંગળવારે સાબરમતી થી ચલાવશે. જે ટ્રેન 18:10 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 2:00 કલાકે પટના પહોંચશે. એ જ રીતે પટના-સાબરમતી સ્પેશિયલ 18 એપ્રિલ થી 27 જૂન સુધી દર ગુરુવારે પટનાથી 5:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:30 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેનમાં થર્ડ એસી નો એક કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ અને જનરલ ક્લાસના 10 કોચ રહેશે.
તો અમદાવાદ-પટના સ્પેશિયલ 21 એપ્રિલ થી જૂન 2024 સુધી દર રવિવારે અમદાવાદથી 16:35 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:45 કલાકે પટના પહોંચશે. તેવી જ રીતે પટના-અમદાવાદ સ્પેશિયલ 23 એપ્રિલ થી 2 જુલાઈ સુધી દર મંગળવારે પટનાથી 1:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 7:10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ રહેશે.
નેતાઓથી કામ ન બન્યું તો, ક્ષત્રિયોને સમજાવવા સરકારની નવી રણનીતિ, નવા ખેલાડી મેદાનમાં