રૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશે

Parsottam Rupala Vs Paresh Dhanani : રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપતા ભાજપનું ગણિત ઉંધુ પડી શકે છે, રૂપાલાની સીધી લડાઈ હવે ધાનાણી સાથે છે, એક વાર તો રૂપાલા ધાનાણી સામે હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે

રૂપાલા સામે કોંગ્રેસનો સિંહ મેદાનમાં, 22 વર્ષ બાદ બાજી પલટાશે કે પછી શેરને માથે સવા શેર થશે

Rajkot Loksabha Election : કોંગ્રેસે ગઈકાલે બાકી બચેલી ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યાં હતા. જેમાં રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને ઉમેદવાર જાહેર કર્યાં છે. 22 વર્ષ બાદ પરેશ ધાનાણી અને રૂપાલા વચ્ચે ચૂંટણી જંગ થવાનો હતો. 22 વર્ષ પછી ફરી એકવાર રૂપાલા અને ધાનાણી આમને-સામને આવ્યા છે. વર્ષ 2002 ની ચૂંટણીમાં 26 વર્ષના યુવા પરેશ ધાનાણી રૂપાલાનીને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. ત્યારે 22 વર્ષ બાદ બંને દિગ્ગજો ફરીથી આમનેસામને છે. 

રૂપાલા માટે ધાનાણી જાયન્ટ કિલર 
લગભગ દોઢેક મહિના પહેલાં ગુજરાતના રાજકારણમાં ચર્ચા હતી કે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા પરેશ ધાનાણી કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જશે. કારણ કે, તેઓ જાહેરમાં ભાજપના નેતા પરશોત્તમ રૂપાલા સાથે તેઓ ચા પીતા નજરે પડ્યા હતા. પરંતું એક બાંકડે બેસીને ચા પીનારા બંને દિગ્ગજો હવે લોકસભા ચૂંટણીમાં આમને સામને આવી ગયા છે. થોડા સમય પહેલા ધાનાણીએ લોકસભા ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો, પરંતુ આખરે તેઓ ચૂંટણી લડવા તૈયાર થયા છે. રૂપાલા માટે ધાનાણી જાયન્ટ કિલર સાબિત થશે. રૂપાલા અગાઉ ધાનાણી સામે પરાજયનો સ્વાદ તો ચાખી ચૂક્યા છે, ત્યારે 22 વર્ષના વહાણ વીત્યા બાદ બાજી પલટાશે કે શેરને માથે સવા શેર સાબિત થશે તે તો સમય આવ્યે ખબર પડશે. પરંતુ રૂપાલાની લડાઈ કોંગ્રેસનાં સિંહ સાથે છે. 

અસલી સ્વાભિમાનની લડત લડશે અને નકલી કમલમની ગોદમાં જાશે
ભાજપના રૂપાલા બાદ કોંગ્રેસે પણ અમરેલીના પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. પરેશ ધાનાણીએ ઝી ચોવીસ કલાક સાથેની વાતમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજકોટ બેઠક માટે પસંદગી બાદ પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, હોમ પીચ બહાર પાર્ટી સ્વાભિમાનની લડત લડવા મને પસંદ કર્યો છે. ૨૦૦૨ ના પ્રતિસ્પર્ધી સામે અલગ રણભૂમિ પર યુદ્ધ લડવાનું છે. ૧૮ આલમના લોકો સાથે મળી રાજકોટની લડત મારી સાથે લડશે. રાજકોટમાં ભાજપે સૌરાષ્ટ્રની બે મોટી જ્ઞાતિઓ વચ્ચે વિગ્રહ કરાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. આ સરકારે રાજ્યના ગૌરવ સરદાર પટેલના પાટીયા સ્ટેડિયમ પરથી ઉતરવાનું કામ કર્યું છે. જે અસલી છે એ સ્વાભિમાનની લડત લડશે અને નકલી કમલમની ગોદમાં જાશે. યુદ્ધમાં સૂરવીરો માથું કપાઈ જવા છતાં ધડ સાથે લડતાં એવી લડત રાજકોટમાં લડીશું. સ્વાભિમાનની રાજકોટની લડત જીતવાનો મને વિશ્વાસ છે. 

જો રાજકોટથી રૂપાલા ઉમેદવારી પાછી ખેંચે તો શું થશે?
હાલ રાજકોટ બેઠક પર ક્ષત્રિયો રૂપાલાની હટાવવાની જીદે ચઢ્યા છે. આજે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાનારું છે. રૂપાલા હજી 16 એપ્રિલે ફોર્મ ભરવા જવાના છે. જો તે પહેલા રાજપૂતો વકરે અને રૂપાલા બદલાય તો આખેઆખી બાજી પલટાઈ જાય. જો રાજકોટથી રૂપાલા ઉમેદવારી પાછી ખેંચે તો કોંગ્રેસનુ પલડું ભારી થઈ શકે છે. 

કોંગ્રેસમાં ટિકિટ માંગવાનો હક બધાને છે
પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા. રાજકોટના બહુમાળી ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરાઈ હતી. ફટાકડા ફોડીને ‘જીતેગા ભાઈ જીતેગા પરેશ ધાનાણી જીતેગા’ના નારા લગાવવામાં આવ્યા હતા. જોકે, આ ઉજવણી સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ડોક્ટર હેમાંગ વસાવડા, મહેશ રાજપુત, પ્રદીપ ત્રિવેદી, લલિત કગથરા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સૂચક ગેરહાજરી આંખે ઉડીને વળગે તેમ હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતા રાજાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં જૂથવાદ ચાલતો નથી, ટિકિટ માંગવાનો હક બધાને છે. 26 વર્ષની ઉંમરે પરેશ ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news