• ઓખાથી લગભગ 10 નોટિકલ માઈલ દૂર MSV કૃષ્ણ સુદામા (MMSI- 419956117) ના 12 ચાલક ગ્રૂપનું સલામત રીતે રેસ્ક્યૂ કર્યું હતું.


રાજુ રૂપારેલિયા/દ્વારકા :ઓખાથી 10 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલ માલ વાહક જહાજના 12 ક્રુ મેમ્બર્સને ગત મોડી રાત્રે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા હતા. કોઈ કારણોસર ખાંડ અને ચોખા ભરેલ જહાજ ડૂબી જતા ખલાસીઓ વહાણ છોડવા મજબૂર બન્યા હતા. આ ઘટનાને પગલે તાત્કાલિક બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરિયાઈ સીમાડાનું રક્ષણ કરતી એજન્સીએ 12 મેમ્બરને બચાવી ઓપરેશન પાર પાડ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય કોસ્ટ ગાર્ડસે 26 સપ્ટેમ્બરની રાત્રે ઓખાથી લગભગ 10 નોટિકલ માઈલ દૂર MSV કૃષ્ણ સુદામા (MMSI- 419956117) ના 12 ચાલક ગ્રૂપનું સલામત રીતે રેસ્ક્યૂ કર્યું હતું. MSV કૃષ્ણ સુદામા નામનું જહાજ 26 સપ્ટેમ્બરના રોજ સવારે મુન્દ્રાથી રવાના થયું હતું. આ જહાજ ડિબૌટી તરફ રવાના થયું હતું. જેમાં ચોખા અને ખાંડ મળીને કુલ 905 ટનનો સામાન ભરેલો હતો. પરંતુ લગભગ આ જહાજ આગળ વધ્યુ હશે ત્યાં રાત્રે 9 કલાકે સમુદ્રથી 10 નોટિકલ માઈલ દૂર પૂરનું પાણી કૃષ્ણા સુદામા જહાજમાં આવવાની શરૂઆત થઈ હતી. આ માહિતી મળી હતી.   


ભારતીય કોસ્ટગાર્ડ MSV કૃષ્ણ સુદામા (MMSI- 419956117) ના 12 ક્રુને 26 સપ્ટે 20ની રાત્રે ઓખાથી દરિયામાં 10 નોટિકલ માઇલની આસપાસ બચાવી લીધા હતા. ચોખા અને ખાંડનો જથ્થો ભરેલ એમએસવી કૃષ્ણ સુદામાના વહાણમાં ડૂબતું હોવાની ભારતીય કોસ્ટ ગાર્ડને માહિતી મળી હતી. જેથી તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં કોસ્ટગાર્ડ શિપ સી-411 ઓખાથી રવાના થઈ હતી, કોસ્ટ ગાર્ડ વહાણ સી -411 દક્ષિણ રોબિન દ્વારા સૂચવાયેલ સ્થાને પહોંચ્યું હતું, જ્યાં ડૂબી ગયેલ જડાજના અમુક કાટમાળ વચ્ચે તરતા 12 ખલાસીઓઓને કોસ્ટગાર્ડની ટીમે બચાવ્યા હતા.


આ પણ વાંચો : નવા કામની આશાએ યુપીથી પરત ફરી રહ્યા હતા મજૂરો, ગોધરા પાસે બસ પલટી ખાતા 35 ઈજાગ્રસ્ત


[[{"fid":"284661","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"okha_rescue_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"okha_rescue_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"okha_rescue_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"okha_rescue_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"okha_rescue_zee.jpg","title":"okha_rescue_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


જેના બાદ ઈન્ડિય કોસ્ટ ગાર્ડ દ્વારા જહાજની શોધખોળ કરીને જહાજ સી-411ને ફસાયેલા નાવિકોને રેસ્ક્યૂ કરવા માટે મોકલી અપાયા હતા. સી 161 જહાજને પણ મુન્દ્રાથી બચાવ કામગીરી માટે રવાના કરાયું હતું. તટરક્ષક જહાજ સી 141 દક્ષિણી રોબિન દ્વારા સમુદ્રમાં વ્યાપક શોધખોળ ચલાવવામાં આવી હતી. શોધખોળના અંતે C-411 ને કૃષ્ણા સુદામાની ભાળ મળી હતી. પૂરના પાણીને કારણે નાવિકોએ MSV કૃષ્ણ સુદામા જહાજને છોડી દીધું હતું, આખુ જહાજ પૂરના પાણીમાં ડૂબી ગયું હતું. 


આ પણ વાંચો : કરોડપતિથી રોડપતિ બન્યા અનિલ અંબાણી, પત્નીના ઘરેણા વેચીને વકીલની ફી આપી


[[{"fid":"284662","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"okha_rescue_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"okha_rescue_zee2.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"okha_rescue_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"okha_rescue_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"okha_rescue_zee2.jpg","title":"okha_rescue_zee2.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


તટરક્ષક જહાજ સી 141 એ તમામ 12 ચાલક દળને બચાવી લીધા હતા. આ રેસ્ક્યૂ કામગીરી બહુ જ ચેલેન્જિંગ રહી હતી. પાણીનો જળસ્ત્રાવ અને પ્રતિકૂળ મોસમને કારણે રેસ્ક્યૂ કામગીરી કઠિન બની રહી હતી. તમામ 12 ચાલકોને બચાવી લેવાયા હતા. તમામને સુરક્ષિત રીતે પર કાંઠા પર લાવવામાં આવ્યા હતા. 


તટરક્ષક જહાજ સી 161 સંભવિત તેલ પ્રદૂષણની ઘટનાનું ધ્યાન રાખવા અને બચાવ કામગીરી કરવા માટે કાંઠે લાંગરવામાં આવ્યું છે. 


આ પણ વાંચો : ઈડરના બજારમાં સ્વંયભૂ લોકડાઉન, રીક્ષા ફેરવીને માઈક પર કરાઈ બજાર બંધની જાહેરાત