હવે 5 કલાકમાં અમદાવાદથી ભુજ, દેશની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનો પ્રારંભ, લોકોએ ફ્રી મુસાફરી કરી
દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેનની આજે પ્રારંભ સમયે કચ્છના પ્રવાસીઓ માટે નિઃશુલ્ક મુસાફરીનું રેલવે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ ભુજથી ગાંધીધામ તો અનેક લોકોએ અમદાવાદ સુધીની મુસાફરી માટે આ નવી ટ્રેનમાં લાભ લેવા પહોંચ્યા હતા
રાજેન્દ્ર ઠક્કર/ભુજ: કચ્છના લોકોની હાઈ સ્પીડ ટ્રેનની માંગને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા દેશની સર્વ પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેનનો આજથી પ્રારંભ થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલી જોડાઈને લીલી ઝંડી આપીને આ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ દિવસે નિઃશુલ્ક મુસાફરી હોવાથી કચ્છના કેટલાક મુસાફરોએ તેનો લાભ લીધો હતો.
અમદાવાદથી બસ થોડે દૂર છે આ સ્વર્ગ જેવું હિલ સ્ટેશન, Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!
ભુજથી અમદાવાદ ભારતની પ્રથમ નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનું આજથી પ્રારંભ
દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેનની આજે પ્રારંભ સમયે કચ્છના પ્રવાસીઓ માટે નિઃશુલ્ક મુસાફરીનું રેલવે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ ભુજથી ગાંધીધામ તો અનેક લોકોએ અમદાવાદ સુધીની મુસાફરી માટે આ નવી ટ્રેનમાં લાભ લેવા પહોંચ્યા હતા અને ટ્રેનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ જોઈને પણ પ્રભાવિત થયા હતા.
આ ભાવમાં પણ ખોટો નથી બજાજનો શેર! આવી ગયો નવો ટાર્ગેટ, આટલા ટાઈમમાં ડબલ થશે પૈસા
નમો ભારત રેપિડ મેટ્રો ટ્રેનનું આજથી પ્રારંભ પ્રથમ દિવસે લોકોએ કરી નિઃશુલ્ક મુસાફરી કચ્છના વિદ્યાર્થીઓને તેમજ અન્ય પ્રાંતના લોકોને ખૂબ જ ઉપયોગી થશે: કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કચ્છને વધુમાં વધુ ટ્રેનો મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. આજે કચ્છને નવી મેટ્રો ટ્રેન મળતા કચ્છવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
ભાજપનો જિલ્લા પ્રમુખ છે વસૂલીખોર અને હપ્તાખોર, ભાજપના પૂર્વે મંત્રીએ સીધી મોદીને કરી
આ મુદ્દે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે દેશની સર્વ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન કચ્છને મળી રહી છે જેનું નામ પણ આજથી નમો ભારત રેપિડ ટ્રેન છે જે દેશ માટે અને કચ્છીઓ માટે આનંદની વાત છે. આ ટ્રેન 5 કલાકમાં ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ પહોંચશે. આ ટ્રેન અનેક સુવિધાઓથી સજ્જ છે. જેમાં 1150 જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે.
જાદુના પિટારા જેવું ગુજરાતનું વડનગર : ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ધરબી બેઠું છે!
તમને જણાવી દઈએ કે, આ ટ્રેન મુંબઈ સાથે પણ કનેક્ટેડ છે સવારના ભુજથી અમદાવાદ પહોંચ્યા બાદ અમદાવાદથી લોકો બપોરે મુંબઈની વંદે ભારત એકસપ્રેસમાં મુસાફરી કરીને રાત્રે મુંબઈ પણ પહોંચી શકે છે. આ ટ્રેન કચ્છના વિદ્યાર્થીઓને તેમજ અન્ય પ્રાંતના લોકોને ખૂબ જ ઉપયોગી થશે.'