ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ઘર વાપસી, ધાનાણીના બંગલે રાજીવ સાતવની હાજરીમાં જોડાયા
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ યુટર્ન માર્યો છે. તેઓ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે. પરેશ ધાનાણીના બંગલે કોંગ્રેસ પ્રભારી ચિવ રાજીવ સાતવની હાજરીમાં તેમણે કોંગ્રેસમાં પુન: પ્રવેશકર્યો છે.આ પ્રસંગે અમિત ચાવડા અને અર્જુન મોઢવાડીયા હાજર રહ્યા હતા. રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી વજિય રૂપાણી સામે ચૂંટણી લડનાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જુથવાદને કારણે કોંગ્રે છોડ્યું હતું.
રાજકોટ: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ યુટર્ન માર્યો છે. તેઓ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે. પરેશ ધાનાણીના બંગલે કોંગ્રેસ પ્રભારી ચિવ રાજીવ સાતવની હાજરીમાં તેમણે કોંગ્રેસમાં પુન: પ્રવેશકર્યો છે.આ પ્રસંગે અમિત ચાવડા અને અર્જુન મોઢવાડીયા હાજર રહ્યા હતા. રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી વજિય રૂપાણી સામે ચૂંટણી લડનાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જુથવાદને કારણે કોંગ્રે છોડ્યું હતું.
આત્મનિર્ભર યોજના પેકેજ છે કે પડીકું, અધ્યક્ષે જુનિયર ધારાસભ્યો બેસે છે તેને હો..હો.. ગેલેરી ગણાવી
ઇન્દ્રનિલ રાજ્યગુરૂના કોંગ્રેસ આગમનથી રાજકોટ કોંગ્રેસ વધારે મજબુત બનશે. જો કે આ અંગે રાજ્યગુરૂએ જણાવ્યું કે, હા હું ફરી કોંગ્રેસમાં સક્રિય થઇ રહ્યો છું. આવતી કાલે અમદાવાદમાં વિગતે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરીશું. ફરી એકવાર હું રાજકીય ક્ષેત્રે સક્રિય થઇશ. જો કે દરમિયાન તેઓએ નાદુરસ્ત તબિયતના કારણે શુક્રવારનો કાર્યક્રમ રદ્દ કર્યો છે.
શાળાની ફી મુદ્દે સરકારે છેલ્લી ઘડીએ શોધી છટકબારી, કોંગ્રેસ દ્વારા હોબાળા સાથે વોકઆઉટ
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનિલ ખુબ જ ધનાઢ્ય છે. રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસનું રિસોર્ટ પોલિટીક્સ શરૂ થયું ત્યારે કોંગ્રેસને સૌરાષ્ટ્રનાં ધારાસભ્યો તુટવાનો ડર હતો. તમામ ધારાસભ્યો નારાજ થતા ઇન્દ્રનિલ રાજ્યગુરૂના રિસોર્ટ પર બોલાવવામાં આવ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસમાં આંતરિક જુથવાદ અને નારાજગીને કારણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube