રાજેન્દ્ર ઠાકર/કચ્છઃ ગાંધીધામ નજીકની ઇન્ડસ્ટ્રીઝ અને પોર્ટને કારણે અહીં રોજગારી મેળવવા મોટી સંખ્યામાં લોકો અલગ અલગ પ્રાંતમાથી આવીને વસી રહ્યા છે. પરંતુ હાલમાં લોકડાઉન હળવુ થતા આ શ્રમજીવીઓ કચ્છમાંથી પોતાના વતન જવા ઉત્સુક બન્યા છે અને રવાના થઈ રહ્યા છે જેથી સ્થાનિક ઉદ્યોગોની મુશ્કેલી વધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીધામ અને કચ્છમાં વસતા વિવિધ પ્રાંતના શ્રમજીવીઓ પોતાના વતનમાં પરત જતા હોવાથી ગાંધીધામ નજીકની ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો અને પોર્ટ વપરાશકારોની ચિંતા વધી છે. લેબર કોન્ટ્રાક્ટર મારફતે થઈ રહેલી કામગીરીમા લેબર ન હોવાથી કામગીરીમાં ઘણો વિલંબ થઇ રહ્યો છે. આ અંગે લેબર કોન્ટ્રાકટ અશ્વિન ચૌહાણે જણાવ્યું હતું કે પોતાની પાસે 50 ટીમ કામ કરતી હતી હાલમાં લેબર પોતાના વતનમાં જતા માત્ર ચાર પાંચ ટીમથી કામ લેવુ પડે છે.


કચ્છમાંથી શ્રમજીવીઓ પોતાના વતનમાં જઈ રહ્યા છે તેવા સમયે ગાંધીધામ નજીકની ઇન્ડસ્ટ્રીઝ, ટિમ્બર કંપનીઓ, ટ્રાન્સપોર્ટર, અને પોર્ટ વપરાશકારોમા ચિંતાની લાગણી વ્યાપી છે. કોરોનાવાયરસને કારણે લૉકડાઉનમા રાહત મળ્યા બાદ હજુ બે-ત્રણ દિવસથી તમામ કામગીરી ધીરે ધીરે કાર્યરત બની છે. તેવા સમયે કચ્છમાંથી શ્રમજીવીઓ પોતાના વતન તરફ જઈ રહ્યા છે અથવા તો પરમિશન માંગી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે હાલમાં પોર્ટ ઉપર જહાજોની આવાગમન પણ વધી છે. તેના કારણે ટ્રાન્સપોર્ટરોને ડ્રાઇવરો અને પોર્ટ વપરાશકારોને શ્રમજીવીઓની વધુ જરૂરત પડશે. ત્યારે જ આ લોકો પોતાના વતન તરફ જવા માટેની તૈયારી કરી રહ્યા છે જે ચિંતાજનક છે.
આ અંગે પોર્ટ વપરાશકાર ત્રિભુવનભાઈ સીંઘવીએ જણાવ્યું હતું કે આ સ્થિતિમાં મજૂરોને પોતાના પરિવાર પાસે જવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે પરંતુ તેના કારણે કામગીરી ઠપ્પ થઈ જશે.


કોરોનાઃ હવે રાજકોટ-અમદાવાદ અવર-જવર બંધ, કલેક્ટરને લીધો મહત્વપૂર્ણ નિર્ણય


કોરાના વાયરસને અટકાવવા સરકાર દ્વારા લૉકડાઉન જાહેર કરવામાં આવ્યા બાદ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે અને શ્રમજીવીઓને પણ જરૂરી ચીજવસ્તુ ઉપલબ્ધ બને તે માટેનુ ધ્યાન આપવમા આવી રહ્યું છે. તેમ છતાં પોતાના વતનમાં જવા ઈચ્છુક શ્રમજીવીઓને અટકાવી શકવામા નિષ્ફળ રહ્યુ છે. દરરોજ પોતાના વતનમાં જવા શ્રમજીવીઓ દ્વારા મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે.


આ અંગે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે સરકારે શ્રમજીવીઓ અને સામાન્ય લોકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવી છે. સાથે જે લોકો પોતાના વતન જવા ઈચ્છતા હોય તે માટે પણ ટ્રેનની વ્યવસ્થા ઉભી કરી છે. ત્યારે આ શ્રમજીવીઓ અહીં જ રોકાય તે ઈચ્છનીય છે તેમ જણાવ્યું હતું.


જ્યારે કંડલા પોર્ટ ખાતે હેન્ડલીંગ અને વેરહાઉસના સંચાલક પરંતપભાઈ વૈદ્યે હાલની સ્થિતિમાં લોડિંગ અનલોડિંગની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે નિકાસકારો દ્વારા મોકલવામાં આવેલા સામાના ટ્રક ખાલી થતાં નથી. રેલવે રેક ભરાતી નથી અને જહાજોની હેન્ડલીંગની કામગીરી પણ પ્રભાવિત થઈ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube