હિન્દુ યુવતીનું બોગસ આધાર કાર્ડ બનાવી હોટલમાં લઈ જતો વિધર્મી પ્રેમી, આ રીતે ફૂટ્યો ભાંડો
અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર પોલીસે એક વિધર્મી પ્રેમીની ધરપકડ કરી છે. જે અંગત પળો માણવા માટે હિન્દુ યુવતીઓને હોટેલમાં લઈ જતો હતો. આ માટે તે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરતો હતો.
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાપુરમાં હિન્દુ યુવતીનું બોગસ આધાર કાર્ડ બનાવી મુસ્લિમ પ્રેમી હોટેલમાં લઇ જતા હિન્દુ સંગઠનના હાથે પકડાતા પોલીસે ફરિયાદ નોંધીને વિધર્મી યુવકની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા આરોપીનું નામ રેહાન અબ્દુલ રશીદ શેખ છે, જે મૂળ મસ્જિદ મોહલ્લા છોટાઉદેપુરનો રહેવાસી છે.
26 મેના રોજ રેહાન અબ્દુલ રશીદ શેખ પોતાની હિન્દુ પ્રેમિકાને લઇને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ હોટેલમાં અંગત પળો માણવા માટે આવ્યો હતો. પરંતુ તેમાં હિંદુ સંગઠનોએ ભંગ પાડ્યો હતો. આરોપી રેહાન અબ્દુલ રશીદ શેખે પોતાની હિન્દુ પ્રેમિકાનું ખોટું આધાર કાર્ડ બનાવ્યું હતું. જેમાં હિન્દૂ યુવતીનું નામ હટાવીને મુસ્લિમ નામ ધારણ કર્યું હતું. એટલે કે હિન્દૂ યુવતીનું જે સાચું નામ છે એ બદલીને તેની જગ્યા પર પોતાની પત્ની દેખાડીને આમીન રેહાન અબ્દુલ રશીદ શેખ કરાવ્યું હતું અને આ આધાર કાર્ડ પર બંને હોટેલમાં રોકાણ કરવા માટે આવ્યા હતા. આ માહિતી અમદાવાદના હિન્દુ સંગઠનને મળતા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. જે ખોટા આધાર કાર્ડના ગુનામાં વસ્ત્રાપુર પોલીસ ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.
આ પણ વાંચોઃ કાર્યવાહીના નામે થતો આ ઢોંગ ક્યાં સુધી ચાલશે, હવે તપાસના નામે ચાલુ થયા છે તરકટો
આરોપી રેહાન અબ્દુલ રશીદ શેખની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી રેહાન અબ્દુલ રશીદ શેખ અગાઉ પણ અલગ અલગ યુવતીઓને લઇને વડોદરા ની હોટેલ માં જઈ ચુક્યો છે. ત્યારે આ કેસમાં વાત કરવામાં આવે તો હિન્દૂ યુવતીનું જે સાચું નામ હતું એ બદલીને મુસ્લિમ નામ આમીન રેહાન અબ્દુલ રશીદ શેખ કર્યું હતું. તે આરોપીએ પીક્સ આર્ટ નામની એપ્લિકેશનમાંથી બનાવ્યું હતું. ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખતો હતો. જ્યારે જ્યારે યુવતીઓને હોટેલમાં મજા માણવા માટે લઇ જવાની હોય ત્યારે ત્યારે મુસ્લિમ યુવતીના નામવાળું આધાર કાર્ડ હોટેલમાં જમા કરાવતો હતો. જેથી અન્ય કોઈને શંકા ન જાય અને પોતાના મનસૂબાને પુરા કરી શકે.
ત્યારે આ પ્રકારનો કિસ્સો પહેલો હોવાથી વસ્ત્રાપુર પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે. જેમાં આરોપી રેહાન અબ્દુલ રશીદ શેખે આ યુવતીના સંપર્કમાં કઈ રીતે આવ્યો આ સિવાયની અન્ય કોઈ હિન્દુ યુવતીઓ આ આરોપીના સંપર્કમાં છે કે કેમ અને અન્ય કેટલીક હોટેલમાં આવા બોગસ આધાર કાર્ડનો ઉપયોગ કરી ચુક્યો છે.