રાજેન્દ્ર ઠક્કર/ભુજ: દિનારાના ઇસ્માઇલને વિશ્વાસ નહતો કે તે જીવતો પરિવારને મળી શકશે. 12 વર્ષે કચ્છમાં પરિવાર સાથે મિલન થયું. ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા દિનારા ગામનો ઇસ્માઇલ સમા પશુઓ ચરાવવા ગયા બાદ પરત ફર્યો ન હતો. 2008માં ગુમ થયા બાદ પરિવારે અનેક જગ્યાએ શોધખોળ કરી હતી. જો કે ઇસ્માઇલ સમાનો કોઇ પત્તો લાગ્યો નહી. જો કે વર્ષો બાદ પરિવારને ખબર પડી કે ઇસ્માઇલ તો પાકિસ્તાન જેલમાં બંધ છે. 2016-17માં પરિવારને ભાળ મળ્યા બાદ પરિવારના સભ્યો અને સામાજીક આગેવાનોએ તેની મુક્તી માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. થોડા દિવસ પહેલા ઇસ્લામાબાદ કોર્ટે ઇસ્માઇલને મુક્ત કરવાના આદેશ કર્યા હતા. જો કે કાનુની પ્રક્રિયા પુર્ણ ન થઇ હોવાથી પરિવારને ઇસ્માઇલનો કબ્જો સોંપાયો ન હતો. આજે પચ્છિમ કચ્છ પોલિસે તેનો કબ્જો લઇ તેની પુછપરછ કરી હતી. અને ત્યાર બાદ પરિવારને સુપ્રત કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 કરોડની ખંડણી માટે અપહરણ, વેપારીએ 1 કરોડ ચુકવીને પુત્રને છોડાવ્યો પછી પોલીસ પહોંચી


2008 માં ગુમ થઇ ગયેલા ઇસ્માઇલ ક્યા છે. તે વર્ષો સુધી પરિવારને ખબર ન હતી. જો કે જ્યારે પરિવારને જાણ થઇ ત્યારે પરિવારે આશા છોડી દીધી હતી કે, ઇસ્માઇલ હવે પાકિસ્તાનથી પરત ફરશે કે કેમ? પાકિસ્તાનમાં પકડાયા બાદ તેને જાસુસ સમજી સજા પણ કરાઇ હતી. જો કે સજા પુર્ણ થયા બાદ પણ તેને મુક્તી મળી ન હતી. આજે પરિવારને અને ગામના લોકોને મળ્યા બાદ ઇસ્માઇલે કહ્યુ હતું કે, આશા ન હતી પરિવારને મળીશ અને ત્યા એજન્સીઓ દ્રારા તેના પર ખુબ અત્યાચાર કરાયો હતો. અને સજા ભોગવ્યા પછી પણ મુક્ત કરાયો નહતો.


કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ દવા અને ઈન્જેક્શનનો વપરાશ પણ ઘટ્યો


ઇસ્માઇલના ભાઇ જુણસે સમાએ જણાવ્યુ હતુ કે, ભાઇ પાકિસ્તાન પહોચી ગયો હોવાના સમાચાર પછી આશા ન હતી કે ઇસ્માઇલ ભારત પરત ફરશે. જો કે આજે ઇદ જેવી ખુશી અમારા પરિવાર માટે છે. આજે ઇસ્માઇલની મુક્તી બાદ તેના સ્વાગત માટે મોટી સંખ્યામા ગ્રામજનો અને પરિવારના સભ્યો જોડાયા હતા. પશુઓ ચરાવતા પાકિસ્તાન પહોચી ગયેલા ઇસ્માઇલને જાસુશ માની અનેક યાતનાઓ અપાઇ 12 વર્ષ અને 6 મહિના સુધી તે પરિવાર સાથે મિલનની આશાએ રહ્યો અને આજે ઇસ્માઇલ તેના વતન પરત ફર્યો છે. વિવિધ સુરક્ષા એજન્સીઓ પરત આવ્યા બાદ તેની પુછપરછ કરી હતી અને ત્યાર બાદ જરૂરી પક્રિયા પુર્ણ કરી તેને મુક્ત કરાયો હતો. પાકિસ્તાનથી ઇસ્માઇલ પરત ફરતા સૌ કોઇના ચહેરા પર મિલનની અનેરી ખુશી હતી. સામાજીક આગેવાન ફઝલ સમાએ પણ ઇસ્માઇલની મુક્તી અંગેના પ્રયત્નો કર્યા હતા. જે સફળ રહ્યા હતા. તો સાંસદ વિનોદ ચાવડા એ પણ કેન્દ્ર સરકાર ને પત્ર વ્યવહાર કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube