ઉદય રંજન/અમદાવાદઃ કોરોના વાયરસને લઈને છેલ્લાં કેટલાક મહિનાઓથી ગુજરાતમાં ઈન્જેક્શન કૌભાંડ ચાલી રહ્યા હોવાના સમાચારો ચાલી રહ્યાં હતા અને સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી છે. ત્યારે આજે ક્રાઈમ બ્રાન્ચે આઠ લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમાં તપાસમાં સામે આવ્યું છે રેમડેસીવર ઇન્જેક્શન બાંગ્લાદેશથી લાવામાં આવ્યા હતા અને એક્ટમેરા ઇન્જેકશન સ્વિત્ઝર્લેન્ડથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે કોરોના વાયરસને લીધે સમગ્ર વિશ્વમાંથી લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવા સંજોગોમાં પણ કેટલાક લોકો એવા છે જે લોકોના જીવ સાથે રમી રહ્યા છે અને આવા આઠ જેટલા લોકો વિરુદ્ધ અમદવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી ઇન્જેક્શન કૌભાંડની તપાસની શરૂઆત કરી દીધી છે. ત્યારે આવો જોઈએ આ સમગ્ર પેચીદું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવતું હતું.


અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં રહેતા સંદીપ માથુકીયા નામના વ્યક્તિ જે મૂળ કમિશન એજન્ટ તરીકેની ભૂમિકામાં છે. તેના દ્વારા બાંગ્લાદેશના શબીર અહેમદ પાસેથી રેમડેસીવર ઇન્જેક્શનની ખરીદી કરવામાં આવી હતી અને આ ઇન્જેક્શનનો જથ્થો 7-07-2020ના રોજ શબીર અહેમદે બાંગ્લાદેશથી અગરતલા એરપોર્ટ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. તેના પેમેન્ટ સ્વરૂપે પાર્થ ગોયાણી નામના વ્યક્તિએ બોપલની પી.એમ આંગડીયા પેઢી મારફતે 08 કરોડ 28 લાખ રૂપિયા કોલકતાની એક આંગડીયા પેઢી ખાતે મોકલી આપ્યા હતા. ત્યારબાદ બીજી વખતની ડીલમાં પણ બોપલની જ આંગડીયા પેઢીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ આ વખતે તારીખ 12-07-2020 ના રોજ આ આ સોદો કરવામાં આવ્યો હતો અને તેમાં 16 કરોડ 80 લાખ રૂપિયા કલકતા મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. 


ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય  


ઉલેખનીય છે કે અંદાજીત 209 જેટલા ઇન્જેક્શનના પેકેટ બાંગ્લાદેશથી અમદાવાદ અને સુરત આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઇન્જેક્શન કૌભાંડમાં કમિશન એજન્ટ તરીકેની ભૂમિકા અદા કરનાર સંદીપ માથુકીયાએ પોતાના કમિશન પેટેના ઇન્જેક્શન સુરત ખાતે રહેતા પોતાના પિત્રાઈ ભાઈ યશકુમાર માથુકીયાને આપી દેવાનું પાર્થ ગોયાણીને કહ્યું હતું. ત્યારબાદ યશકુમાર માથુકીયાએ સંદીપ માથુકીયાના ભાગના ઇન્જેક્શનને સુરતમાં ઘણા ડોક્ટરને તથા ઘણા દર્દીઓને વગર બીલ અને પ્રિસ્ક્રીપ્શન વગર મોંધા ભાવે વેચ્યા હતા. આ બાબતોની કબુલાત નીલકંઠ એલીક્સીર પેઢીના કર્તાહર્તા એવા પાર્થ ગોયાણી તથા યશકુમાર માથુકીયાએ પોલીસ તપાસ અને ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની પૂછપરછમાં કબુલાત કરેલી છે. મહત્વનું છે કે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પાર્થ ગોયાણીએ આ બે ઇન્જેકશનો સિવાય અન્ય દવાઓની પણ કાળાબજારી કરેલી છે. જેના લઈને પણ હાલ તપાસ ચાલી રહી છે.


નીલકંઠ એલીક્સીર નામની પેઢી રાખીને આઠેય આરોપીઓ દવાઓની કાળાબજારી કરતા હોવાનું સામે આવી ગયું છે ત્યારે આ પેઢીના કર્તાહર્તા એવા પાર્થ ગોયાણી અને શેખર અદરોજા, દર્શ સોની, વૈશાલી ગોયાણી અને સંદીપ માથુકીયા આ તમમાં લોકો સમગ્ર કૌભાંડને લઈને અવગત હોવાનો દાવો હાલ પોલીસ સ્વીકારી રહી છે બીજી તરફ આ સમગ્ર કૌભાંડમાં આવનારા સમયમાં બીજા કેટલા વ્યક્તિઓના નામ સામે આવે છે તે જોવું રહ્યું


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube