શું જયંતિ ભાનુશાળીની હત્યાનો 4 દિવસ પહેલા જ મળી ગયો હતો અંદેશો? જુઓ VIDEO
ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે.
રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. આ ઘટના મોડી રાતે બની હતી. રાતે બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ જયંતિભાઈ ભાનુશાળીનો મૃતદેહ માળીયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કટારિયા અને સૂરબારી વચ્ચે આ ઘટના ઘટી. રાતે આ ઘટનાની બે વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. ટ્રેનને બે કલાક સુધી માળીય સ્ટેશને રોકી રાખવામાં આવી હતી. અજાણ્યા શખ્સો એક આંખમાં અને બીજી છાતીના ભાગે ગોળી મારીને ફરાર થઈ ગયા હતાં.
દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા, ભાઈએ લગાવ્યો છબીલ પટેલ પર ગંભીર આરોપ
આ બનાવ અંગે એક નવું કોકડું બહાર આવ્યું છે. ગૌ સેવાના પોસ્ટરમાં જયંતિભાઈના ફોટા પર કોઈ કાળી શાહી ફેંકી ગયું હોવાનું જાણવા મળ્યું છે. અબડાસામાં ભાજપના જ બે જૂથો વચ્ચે લાંબા સમયથી કોલ્ડવોર ચાલી રહી હતી. વર્ષ 2018માં આ કોલ્ડવોર ખુલ્લીને સામે આવી હતી અને ઢીચક્યાવુ ઢીચક્યાવુથી શરૂ થયેલી લડાઇએ પ્રદેશ ભાજપને પણ રાષ્ટ્રીય સમાચારોમાં ચમકાવી હતી.
ભાજપના પૂર્વ MLA જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા, આંખમાં અને છાતીમાં ગોળી મારી અજાણ્યા શખ્સો ફરાર
અબડાસા ગૌ બચાવ સમિતીના કાર્યક્રમના બેનરમાં લાગેલા જયંતિભાઈના ફોટા પર શાહી કોણે ફેંકી તે હજુ સામે આવ્યું નથી. પરંતુ એવું પ્રતિત થઈ રહ્યું છે કે કાળી શાહી બાદ 4 દિવસમાં જ જયંતીભાઈની હત્યા, શું આ કોઈ અંદેશો તો નહોતો ને?