સમીર બલોચ/મોડાસા: અરવલ્લીના શામળાજી નજીક આવેલા વેણપુર પાસેથી પોલીસે મહારાષ્ટ્ર એચએસસી પરીક્ષા બોર્ડની સપ્લીમેન્ટ્રીની આડમાં સંતાડીને લઈ જવાતો 13.51 લાખનો વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી દારૂ ગુસાડવા માટેની એક નવી મોડેસ ઓપરેન્ડીનો પરદાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં ઉત્તર પ્રદેશના બે સખસોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુટલેઘરો દ્વારા પરપ્રાંતમાંથી રાજસ્થાનના રસ્તે થઈ ગુજરાતમાં દારૂ ગુસાડવા માટે નિતનવા કિમીયા અપનાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાના પ્રયત્નો કરાઈ રહયા છે. ત્યારે પોલીસ દ્વારા પણ બુટલેઘરોના કિમીયાને નાકામ બનાવી દારૂ ઝડપી પડાય છે. શામળાજી પોલીસ દ્વારા બુધવારે રાત્રી દરમિયાન બાતમી આધારે રાજસ્થાનના રસ્તે થઈ ગુજરાતમાં ગુસાડવામાં આવતા 13.51 લાખના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી દારૂ તેમજ ટ્રક સહિત કુલ 23.55 લાખના મુદ્દામાલને ઝડપીને દારૂ ગુજરાતમાં ઘુસાડવાની નવી મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે.


મહાત્મા મંદિરના ટેરેસ પર પીએમ મોદી 200 મહેમાનો સાથે કરશે ગાલા ડિનર


અત્યાર સુધીમાં બુટલેઘરો દ્વારા પરપ્રાંત માંથી ગુજરાતમાં દારૂ ગુસાડવા માટે જનરેટર જેવું બોક્ષ બનાવી , ઓઇલ ટેન્કર , દૂધ ટેન્કર જેવા જુદા જુદા કિમીયા અપનાવાઈ રહયા હતા. પરંતુ આ વખતે બુટલેઘરો દ્વારા દારૂ ગુસાડવા પરીક્ષા બોર્ડનો સહારો લેવાનો કીમિયો અપનાવી ટ્રકમાં મહારાષ્ટ્ર એચએસસી પરીક્ષા બોર્ડની સપ્લીમેન્ટ્રી ભરેલા 850 કાર્ટૂનની આડમાં દારૂનો જથ્થો ભરી ગુસાડવામાં આવી રહ્યો હતો. પોલીસે વધુ એક મોડેસ ઓપરેન્ડીને અસફળ બનાવી બુટલેઘરોની આ કોશિશને નાકામ બનાવી છે.


વાઈબ્રન્ટ સમિટના ઉદ્યોગપતિઓના લિસ્ટમાંથી ગાયબ થયા અનિલ અંબાણી


શામળાજી પોલીસ દ્વારા દારૂની સાથે ધરપકડ કરવામાં આવેલા 2 આરોપીઓમના નામ માતાદિન ખૂબચંદ ધોબી અને ચેનું ખૂબચંદ ધોબી છે.  આ બંન્ને ઉત્તર પ્રદેશમાં આવેલા રાઠ જિલ્લાના પઠાનપુર તાલુકાના રહેવાસી છે. પોલીસે દારૂ સહિતનો મુદ્દા માલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.