બનાસકાંઠા : જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જેમાં જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તાર અને તાણા ગામમાં ધંધા-રોજગાર કરતી વ્યક્તિઓએ કોવિડ નેગેટીવ રીપોર્ટ ધંધાના સ્થળે રાખવો પડશે.જોકે આ જાહેરનામા બાદ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓનું કહેવું છે કે કલેકટરે આવું જાહેરનામુ બહાર પાડતાં પહેલા વેપારીઓ સાથે પ્રરામશ કરીને જાહેરનામું બહાર પાડવું જોઈતું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat માં કોરોનાનો ધધકતો જ્વાળામુખી, 121ના મોત નવા કેસનો આંકડો 12 હજારને પાર


બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખુબજ તેજીથી વધતા  જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા જિલ્લાની તમામ નગરપાલિકાના વિસ્તારમાં આવતા  શાકભાજીવાળા, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારી, રીક્ષા, ટેલી-કેબવાળા, પાનના ગલ્લા, ચાની કીટલી, દુકાન, હેરસલુન તથા બ્યુટીપાર્લર, ખાનગી સિક્યુરીટી એજન્સી, સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, ટેકનીશીયનો, શોપીંગ મોલ અને શોપીંગ કોમ્લેક્ષમાં કામ કરતાં વ્યક્તિઓ માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં આ વિસ્તારમાં વેપાર ધંધો કરતાં તમામ વેપારીઓએ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવીને પોતાના વ્યવસાયની જગ્યાએ રાખવો પડશે. તે ફક્ત 10 દિવસ સુધી માન્ય રખાશે અને જો વેપારીઓ તેમ નહિ કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


ફેફસામાં હતું 60 ટકાથી વધારેનું ઇન્ફેક્શન, ડાયાબિટીસની સમસ્યા, 60 વર્ષની ઉંમર તેમ છતા કોરોનાને હરાવ્યો


જોકે કોરોનાની રસી લીધેલા લોકો તેમાંથી અપવાદ હશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને તથા સંબંધિત નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ નગરપાલિકાના વર્ગ-૩ ના દરજ્જા સુધીના તમામ કર્મચારીને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક.૧૮૮ તથા ગુ.પો. અધિનિયમ ક.૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરાયા. તમામ વેપારીઓએ કોવિડ ટેસ્ટ કરાવીને  પોતના ધંધાના સ્થળે રાખવો પડશે. 


પાલનપુરમાં 23 તારીખથી સ્વૈચ્છિક લોકડાઉન, પ્રાંત અધિકારીને મળ્યા બાદ વેપારીઓનો નિર્ણય


જો કોઈ તેવું નહિ કરે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. જોકે બનાસકાંઠા કલેકટર દ્વારા વેપારીઓને ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાવીને પોતાના દુકાને ફરજીયાત રાખવાના જાહેરનામુ પ્રસિદ્ધ કરાયા બાદ પાલનપુરના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, તેમનું કહેવું છે કે વેપારીઓ ટેસ્ટ કરાવી લે પણ કોઈ ગ્રાહક કોરોના લઈને આવશે તો પછી કોણ જવાબદાર રહેશે અને આ રીતે ટેસ્ટ કરાવવો યોગ્ય નથી દરેક વેપારીઓને સરકારને સાથ આપવા માંગે છે પણ આ રીતે વેપારીઓ ઉપર નિર્ણય ઠોકવો યોગ્ય નથી આ જાહેરનામું બહાર પાડતા પહેલા કલેકટરે વેપારી સાથે બેઠક કરીને નિર્ણય લેવો હતો.


VADODARA ડુપ્લીકેટ સેનેટાઇઝરનો મોટો જથ્થો જપ્ત, કોરોનાથી બચાવવાના નામે મસમોટું કૌભાંડ


જો ગ્રાહક કોરોના લઈને આવશે તો કોણ જવાબદાર રહશે ,કલેકટર આ જાહેરનામુ બહાર પાડતા પહેલા વેપારીઓ સાથે બેઠક કરીને નિર્ણય લેવો જોઈતો હતો. અમે તો રિપોર્ટ કરાવી દઈએ પણ અમારે ત્યાં આવતા કસ્ટમરનું શુ આ નિર્ણય યોગ્ય નથી. બનસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવા છતાં લોકો બિન્દાસ પણે કોવિડની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને બજારમાં બિન્દાસ રીતે ફરી રહ્યા છે જોકે કોરોનાની ચેન તૂટે તે જરૂરી છે પણ વેપારીઓ ઉપર તંત્ર દ્વારા અનેક જાહેરનાના થોપી  દેતા વેપારીઓમાં રોષ ફેલાય તે વ્યાજબી કહી શકાય કે નહીં તે આવનારો સમય જ બતાવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube