આ જાદુ નહીં, વિજ્ઞાન છે! ગુજરાતના બાળ વૈજ્ઞાનિકોએ હાથ ધર્યો અનાખો પ્રોજેક્ટ કે વિચારતા થઈ જશો!
પર્યાવરણને શુદ્ધ રાખવા માટે અને પ્રાપ્ય સ્ત્રોતોની જગ્યાએ પુન:પ્રાપ્ય સ્ત્રોતો ઉપર દુનિયા ભરના વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે. કારણ પર્યાવરણ જળવાય, તો ઋતુચક્રમાં આવતા તફાવતો અટકાવી શકાય સાથે જ માનવ જીવન પર થતી આડઅસરો પણ રોકી શકાય.
ધવલ પરીખ/નવસારી: ભારતમાં વીજળીનો વપરાશ વધ્યો છે અને જેને પહોંચી વાળવામાં પાવર સ્ટેશનો પાછળ પડી રહ્યા છે, ત્યારે પીક અવર્સમાં વીજળીને બુસ્ટ આપવાં હવામાંથી કાર્બન ડાયક્સાઈડને મેળવી, ગેસને પ્રવાહીમાં રૂપાંતરિત કરી, એની એનર્જીને ઉપયોગ કરીને 100 વર્ષો સુધી વીજળી ઉત્પન્ન કરવાનો ઇનોવેટીવ પ્રોજેક્ટ નવસારીની રંગપુર પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરી વાહવાહી મેળવી છે.
પર્યાવરણને શુદ્ધ રાખવા માટે અને પ્રાપ્ય સ્ત્રોતોની જગ્યાએ પુન:પ્રાપ્ય સ્ત્રોતો ઉપર દુનિયા ભરના વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે. કારણ પર્યાવરણ જળવાય, તો ઋતુચક્રમાં આવતા તફાવતો અટકાવી શકાય સાથે જ માનવ જીવન પર થતી આડઅસરો પણ રોકી શકાય. ત્યારે NCERT દ્વારા આયોજિત ઝોન કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નવસારીના વાંસદા તાલુકાના રંગપુર ગામની પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિક જેનીલ પટેલ અને નક્ષ કળસરિયા દ્વારા નિર્મિત હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ મેળવી, તેનો એક વિશાળ બેટરી તરીકે ઉપયોગ કરી, વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. સવારે અને સાંજે બે થી ત્રણ કલાક વીજળીની ખપત વધતી હોય છે, જ્યારે બપોર અને રાત્રીના સમયે ઓછો વપરાશ હોય છે. જેને ધ્યાને રાખીને કાર્બન ડાયોક્સાઈડને પ્રવાહી રૂપમાં રૂપાંતરિત કરી, વીજળીની વધુ જરૂરિયાત સમયે બૂસ્ટ આપી પૂરતી વીજળી મેળવી શકાય.
વલસાડની પાર નદીમાં મોટી દુર્ઘટના, 6 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના મોતથી પરિવારમાં શોક
રંગપુર શાળાના બાળ વૈજ્ઞાનિકોએ પોતાના શિક્ષકોના માર્ગદર્શન સાથે ઈન્ટરનેટ પરથી માહિતીઓ ભેગી કર્યા બાદ હવામાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ છૂટો પાડ્યો બાદ, કાર્બન ડાયક્સાઈડને વિશાળ કાર્બન ડોમમાં ભેગો કરી, થર્મલ એનર્જી સ્ટોરેજ થકી પ્રોસેસ કરીને પ્રવાહી સ્વરૂપમાં વિશાળ ટેંકમાં ભેગો કરી લેવામાં આવે છે. બાદમાં જ્યારે વીજળીની ખપત વધુ હોય એટલે કે સવારે અને સાંજે ત્યારે પૂરતા દબાણથી ટરબાઈન પર ફેંકી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે અને એને પાવર ગ્રીડમાં પ્રવાહિત કરી વીજળીની સમસ્યા ટાળી શકાશે.
સાથે જ પ્રવાહી કાર્બન ડાયોક્સાઈડને ફરી ગેસમાં રૂપાંતરિત કરી કાર્બન ડોમમાં સંગ્રહિત કરી આજ પ્રક્રિયાનું પુનરાવર્તન કરી 100 વર્ષો સુધી વીજળીની કટોકટીને ટાળી શકાય એવો વિચાર રજૂ કર્યો છે. ઉલ્લેખનિય છે કે એક જિલ્લાને રોજના 35 થી 45 મેગાવોટ વીજળી જોઈતી હોય છે, ત્યારે કાર્બન ડાયોક્સાઈડ થકી વીજળી ઉત્પન્ન કરવાનો 50 મેગા વોટનો પ્લાન્ટ અંદાજે 1.50 કરોડ રૂપિયામાં નાંખી શકાય છે. ત્યારે બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટને પ્રદર્શનમાં આવનાર શિક્ષકોએ સરાહના કરી અભિવાદન આપ્યા હતા.
ગુજરાતમાં ફરી ઠંડી ભૂક્કા કાઢશે! ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે?
આજના આધુનિક જમાનામાં વીજળીનો વપરાશ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાનો અભાવ વીજ ઉત્પાદન પર અસર પાડે છે, ત્યારે હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ મેળવી, તેને પ્રવાહી બનાવી વીજ ઉત્પાદન કરવાની નવીન ટેકનોલોજી ભારતની વીજળી સમસ્યાને નિવારી શકે છે.