અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં આવેલી પ્રતિષ્ઠિત અમદાવાદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં આવેલી મેસમાંથી જમવામાં જીવાત નીકળ્યાની ઘટના સામે આવી. અમદાવાદ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુલબાઈ ટેકરા ખાતે આવેલી મેસનાં ડાઇનિંગ હોલમાં જમી રહ્યો હતો, ત્યારે સલાડમાંથી જીવાત નીકળતા વિદ્યાર્થી દ્વારા સત્તાધીશોને ફરિયાદ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીએ ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે, 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે પાણીમાં જોવા મળતી જીવાત ભોજનમાંથી મળી આવી હતી. ત્યારે વિદ્યાર્થીએ મેનેજમેન્ટ સહિત તમામ સત્તાધીશોને ફરિયાદ કરી હતી. પરંતુ અમારી ફરિયાદ બાદ કોઈ જ પગલાં લેવાયા નથી. ફૂડ ન્યુટ્રિશિયન કમિટી દ્વારા અમને જાણ કરાઈ હતી કે, જેની પણ બેદરકારી હશે એની સામે પગલાં લેવાશે, છતાંય કોઇ સામે પગલા લેવાયા નથી. 


આ પણ વાંચો : સુહાગરાતે થાકી ગયાનું બહાનું કરીને સૂઈ ગયો, છ વર્ષ બાદ પત્નીને પતિની અસલી હકીકત ખબર પડતા જ પગ તળેથી જમીન ખસી ગઈ


અમદાવાદ યુનિવર્સિટીની હોસ્ટેલનાં મેનેજર સાથે ઝી 24 કલાકનાં સંવાદદાતાએ વાત કરતા તેમણે સ્વીકાર કર્યો કે, જમવામાં જીવાત નીકળી હતી અને વિદ્યાર્થી દ્વારા કરાયેલી ફરિયાદને પગલે જવાબદાર વ્યક્તિને બદલવામાં આવ્યો હતો. તેમજ રસોડાના સ્ટાફને તાકીદ કરાઇ હતી કે ભવિષ્યમાં આ પ્રકારે વિદ્યાર્થીઓના ભોજન સાથે બેદરકારી નાં દાખવવામાં આવે.


આ પણ વાંચો : સુરતમાં નોનવેજ ખાતા પહેલા સો વાર વિચારજો, આ હોટલે નોનવેજના નામે ગૌમાંસ ખવડાવ્યું


ઉલ્લેખનીય છે કે, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે જમવાનું અમદાવાદ યુનિવર્સિટી ખાતેથી બનીને મેસ સુધી પહોંચાડવામાં આવતું હોય છે. હોસ્ટેલની મેસમાં વિદ્યાર્થીઓ જમતા હોય છે, એ સમયે જીવાત નીકળ્યાની ફરિયાદ આવી હતી. જેના પગલે અમદાવાદ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશિયન વિભાગના ડાયરેક્ટર ગણપથી માલ્યા સાથે અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહતો. સમગ્ર મામલો મીડિયાથી દૂર રાખવાનો સતાધીશોએ પ્રયાસ કરાયાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. જો કે જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ પગલાં નાં લેવાતા આખરે નારાજ વિદ્યાર્થીઓ દ્વારા મીડિયાને ભોજનમાંથી જીવાત નીકળ્યા હોવાની અને જવાબદાર વ્યક્તિઓ સમેંકોઈ કાર્યવાહી નાં કરાયાની વાત કરી હતી.