રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના માંડવીમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા મોટો હંગામો થયો હતો. માંડવીની સરકારી કુમાર છાત્રાલયમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોના ખોરાકમાં મૃત જીવાત નીકળતા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ક્વોરેન્ટાઇમાં રહેલા લોકોએ સાથે મળીને આ અંગે વિરોધ કર્યો હતો. આ સાથે જ અહી રહેતા લોકોને વિવિધ સુવિધાઓ સારી રીતે ન મળતી હોય તેવી પણ ફરિયાદો કરી હતી. લોકોએ જણાવ્યું કે, અહીં લોકોને સ્નાન કરવા માટે ડોલ કે ડોલચાની પણ વ્યવસ્થા નથી હોતી. લોકો ખોબામાં પાણી ભરીને ન્હાવુ પડે છે. દર્દીઓએ ખોરાક અને અન્ય સુવિધા સારી અપાય તેવી માંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું...’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો


માંડવીમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા લોકોને સાથે મળીને વિરોધ દર્શાવ્યો હતો. અહીં ન્હાવાની પણ યોગ્ય સુવિધા નથી. માંડવીની સરકારી કુમાર છાત્રાલયમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોના ખોરાકમાં મૃત જીવાત નીકળતા મોટો હંગામો થયો હતો. ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકોએ સાથે મળીને આ અંગે વિરોધ કર્યો હતો. 


ગુજરાત સરકારે જાહેર કરેલી 2% વ્યાજની લોન માટે આ તારીખથી મળશે ફોર્મ 


માંડવીમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોને આરોગ્યને હાનિકારક ખોરાક અપાતો હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદથી 7મેના લકઝરી બસમાં આવેલા માંડવીના 32 પ્રવાસીઓને હાલ ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં લોકોને સ્નાન કરવા માટે ડોલ કે ડોલચાની પણ વ્યવસ્થા નથી. લોકો ખોબામાં પાણી ભરીને ન્હાય છે. હાલ તેઓ જેલમાં હોય તેઓ અહેસાસ કરે છે તેવુ તેઓએ જણાવ્યું છે. સાથે જ ખોરાક અને અન્ય સુવિધા સારી અપાય તેવી માંગ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર