પરખ અગ્રવાલ/અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પુનમ નાં મેળામાં પદયાત્રાએ આવતાં લાખ્ખો શ્રધ્ધાળુઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતુ રહ્યુ છે ને આ વખતે પણ અંબાજી આવતાં તમામ યાત્રિકોને વીમા કવચ પૂરૂ પાડવામાં આવ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Credit Card: ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટી ખબર! આ નિયમ નહીં જાણતા હોવ તો કપાશે પૈસા


આમ તો ધર્મસ્થાનોની આર્થીક સધ્ધરતાં વધતાં ને પ્રવર્તમાન પરિસ્થિતિમાં આંતકવાદી કે ભાંગફોડીયા પ્રવુર્તી અને માનવ સર્જીત તેમજ કુદરતી હોનારતો સામે યાત્રિકોની વિમા કવચથી સુરક્ષિત કરી દેવાયા છે. 12 સપ્ટેમ્બર થી શરૂ થયેલાં ભાદરવી પુનમના મેળામાં મુળ અંબાજી ધામથી 20 કિલોમીટરનાં વિસ્તારમાં જો કોઇ આવી ઘટના બને તો યાત્રિકોને વિમાનું લાભ મળી શકે છે. 


Raisins Benefits: જાણો ખાલી પેટ કિસમિસ ખાવાના અસંખ્ય ફાયદા


જેનાં માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રુપીયાની માતબર રકમનો વિમો ઉતરાવ્યો છે. જેનું પ્રીમીયમ મોટી રકમનું ધી ન્યુ ઈન્ડીયા એશ્યોરન્સ કંપની લી.ને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યુ છે. આ વીમાની રકમ અસર ગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણનાં અનુસાર નક્કી કરવામાં આવશે.


Gold Rates: સોનાનો નવો ભાવ જાણીને તમે પણ ઉછળી પડશો! ફરી નહીં મળે આવો મોકો