ગુજરાતના આ શહેરમાં 118 ટ્રાફિક જંકશન પર લગાવવામાં આવશે ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ
સુરતને સ્માર્ટ સીટી બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે જેમાં સુરતના 118 ટ્રાફિક જંક્શન પર આધુનિક સિગ્નલ લગાડવાનું રૂ 62 કરોડનું કામ મજૂર કરી કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઝી બ્યુરો/સુરત: સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સુરતના 118 ટ્રાફિક જંકશન પર અત્યંત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. રૂ 62 કરોડના ખર્ચે 118 ટ્રાકિક જંક્શન પર ટ્રાફિકના ભારણને આધારિત કાર્યરત નવી એડપટીવ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ લગાડવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. આ કામગીરી જૂન માસમાં પૂરી થશે.
ગૌતમ અદાણીના ઘરે ફરી એકવાર વાગશે શરણાઈ, જાણો નાના પુત્ર જીતની સગાઈ કોની સાથે થઈ
સુરતને સ્માર્ટ સીટી બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે જેમાં સુરતના 118 ટ્રાફિક જંક્શન પર આધુનિક સિગ્નલ લગાડવાનું રૂ 62 કરોડનું કામ મજૂર કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત 112 નવા ટ્રાફિક જંકશન તથા હયાત 158 ટ્રાફિક જંકશન આવરી લેવામાં આવશે.
મોહનથાળ V/s ચીકીની જંગમાં લેવાયો મોટો નિર્ણય, હવે આ પ્રસાદ યથાવત રહેશે
શહેરમાં 158 ટ્રાફિક જંકશન પર લગાડવામાં આવેલા હયાત સિંગનલ અપડેટ કરવામાં આવશે . આ પ્રોજેક્ટ અંતર્ગત 12 જંક્શન પર રેડ લાઈટ વાયોલન્સ ડિટેકશન સિસ્ટમ, 15 જંકશન પર સ્પીડ વાયોલન્સ, 17 સ્થળે ઓટોમેટીક નંબર પ્લેટ રેકગનીશન સિસ્ટમ તથા 50 જંકશન પર ટ્રાફિક સિસ્ટમ લગાડવામાં આવશે.
સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, દાગીના-લગડી ખરીદવાના હોવ તો ખાસ જાણો રેટ
આ સિસ્ટમ થકી શહેરમાં ટ્રાફિકના નિયમોનો પાલન કરાવી શકાશે. ટ્રાફિકના નિયમના ભંગ બદલ રાજ્ય સરકારને મળતી દંડની રકમ પૈકી 25 ટકા રકમ સુરત મનપાને ફાળવવામાં આવશે. આ રકમમાંથી પ્રોજેક્ટના ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ નીકળશે. આ સિસ્ટમ થકી દંડની વસુલાત મેન્યુઅલી નહીં પરંતુ ઓનલાઇન થશે.