વડોદરા :વડોદરા પાસેના ડેસર તાલુકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પરિવારની નાની દીકરીએ લાજ બચાવવાનું જે કામ કર્યું, તેનાથી ચારેતરફ તેની વાહવાહી થઈ ગઈ હતી. આ કિસ્સો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યુ એમ હતુ કે, ડેસર તાલુકાના એક પરિવારમાં દીકરીના લગ્ન લેવાયા હતા. 23 તારીખે ડીજેના તાલ સાથે વરરાજા જાન લઈને કન્યાના ઘરે તરફ જવા નીકળ્યા હતા.  કન્યા અને વર પક્ષે ખુશીનો માહોલ હતો. પરંતુ આ ખુશી ઘડીની રહી ન હતી. વરરાજા જાન લઈને પહોંચે તે પહેલા જ માહોલ ગમગીન બની ગયો હતો. ખુશીની પળ એક સેકન્ડમા ઉડી હતી, જ્યારે જાણવા મળ્યુ કે, જે કન્યાના લગ્ન હતા, તે અન્ય યુવક સાથે લગ્નની આગલી રાતે ભાગી ગઈ હતી. 


આ પણ વાંચો : નરેશ પટેલ કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય : સૂત્ર


આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. મોટી દીકરીએ પરિવારની આબરુ કાઢી હતી. આ સાંભળીને માતાપિતા પણ ડઘાઈ ગયા હતા. પરિવારમાં લગ્નની શરણાઈઓ એકાએક બંધ થઈ ગઈ હતી. આ સમાચાર મળતા જ વર પક્ષ પર ચિંતામાં મૂકાયો હતો. વરરાજાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે, અચાનક આવી પડેલી મુસીબતનો બંને પરિવારે સમજદારીપૂર્વક સામનો કર્યો હતો. બંને વેવાઈઓ અને અન્ય સમજું અગ્રણીઓએ તાબડતોબ એક બેઠક યોજી હતી. જેમાં નિર્ણય લેવાયો કે, કન્યાની નાની બહેન માની જાય તો તેના લગ્ન વરરાજા સાથે કરાવવા. જેથી બંને પરિવારની આબરુ સચવાય.


આ પણ વાંચો : ગુજરાતના આ શહેરમાં સોનાનો સૂરજ ઉગશે, શહેરીજનોને ઐતિહાસિક અને નવલું નજરાણું મળશે


બીજી તરફ, નાની દીકરી લગ્ન માટે માની ગઈ હતી. મોટી દીકરીને કારણે ગયેલી લાજ બીજી દીકરીએ સાચવી હતી. મોટી દીકરીને કારણે જ્યાં મુસીબત આવી પડી હતી, ત્યા નાની દીકરીને કારણે ફરીથી લગ્નની શરણાઈ વાગવાની શરૂઆત થઈ હતી. 24 મેના રોજ નિયત સમય મુજબ જાન આવી હતી, અને વરરાજા નાની દીકરીને પરણ્યો હતો. 


જોકે, આ વચ્ચે થોડી ઉંમર ઓછી હોવાથી માત્ર વિદાય બાકી રખાઇ હતી, જેથી બંને પરિવારોના જીવ ઉંચા નીચા થઇ ગયા હતા. પરંતુ બંને પરિવારો અને સમાજના અગ્રણીઓએ તેનો પણ ઉકેલ આણ્યો હતો. 


આ પણ વાંચો : 


સુરતમાં લગ્નપ્રસંગ બાદ 500 ને ફૂડ પોઈઝનિંગ, મનપાને સ્થળ પર જ OPD શરૂ કરવી પડી