નરેશ પટેલ કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય : સૂત્ર

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની લાંબી સમયની અટકળોનો આખરે અંત આવ્યો છે. છેલ્લા એક મહિનાથી ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલના નામની ભારે ચર્ચા હતી. તેઓ કયા પક્ષમાં ક્યારે જોડાશે તેના પર સૌની નજર હતી. ત્યારે હવે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયુ છે. ખોડધામના ચેરમેન નરેશ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નરેશ પટેલ કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય. તેઓ આ મામલે આજે પત્રકારો સાથે નરેશ પટેલ ચર્ચા કરશે. 
નરેશ પટેલ કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય : સૂત્ર

ગૌરવ દવે/રાજકોટ :ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની લાંબી સમયની અટકળોનો આખરે અંત આવ્યો છે. છેલ્લા એક મહિનાથી ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલના નામની ભારે ચર્ચા હતી. તેઓ કયા પક્ષમાં ક્યારે જોડાશે તેના પર સૌની નજર હતી. ત્યારે હવે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયુ છે. ખોડધામના ચેરમેન નરેશ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નરેશ પટેલ કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય. તેઓ આ મામલે આજે પત્રકારો સાથે નરેશ પટેલ ચર્ચા કરશે. 

તારીખ પે તારીખ બાદ આજે નરેશ પટેલ પત્રકારો સાથે હળવા મને ચર્ચા કરશે. કહેવાય છે કે, નરેશ પટેલે કોંગ્રેસના નેતા સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેના બાદ તેઓ ફાર્મ હાઉસથી પાછલા દરવાજે જતા રહ્યા હતા. જોકે, સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નરેશ પટેલ કોંગ્રેસ જ નહિ, પરંતુ એકપણ રાજકીય પાર્ટીમાં નહિ જોડાઈ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news