આખરે ઘીના ઠામમાં ઘી: ઇન્ટર્ન તબીબ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સરકારે સ્વીકારી, હડતાળ સમેટાઇ
* ઇન્ટર્ન તબીબોની માંગણી સરકારે આખરે સ્વિકારી
* GMERS ના 2000 થી વધારે ડોક્ટર્સને મળશે 18000 રૂપિયા
* 12800 ના બદલે CORONA DUTY પેટે વધારે સ્ટાઇપેન્ડ ચુકવાશે
* સ્ટાઇપેન્ડ વધારા સિવાયની તમામ માંગણીઓ સરકારે ફગાવી
* માત્ર આ બેચને જ સ્ટાઇપેન્ડ વધારાનો લાભ મળવા પાત્ર થશે
અમદાવાદ : ગુજરાતમાં જાણે આંદોલનોનો રાફડો ફાટ્યો હોય તે પ્રકારે એક પછી એક આંદોલનોની શરૂઆત થઇ રહી છે. શિક્ષકો, આચાર્યો, LRD ઉમેદવારો, LRD મહિલા ઉમેદવારો સહિતનાં અનેક આંદોલનો ચાલી રહ્યા છે. તેવામાં રાજ્ય સરકાર આકરૂ વલણ અખતિયાર કર્યા બાદ ફરી એકવાર પોરાઠના પગલા લેતા એક પછી એક આંદોલનો સમેટવા માટે માંગણીઓ સ્વિકારીને આંદોલનોનાં ફિંડલા વાળવાનું શરૂ કરી દીધું છે. શિક્ષકોનાં ગ્રેડ પે મુદ્દાને સ્વિકાર્યા બાદ આજે ઇન્ટર્ન તબીબોનો મુદ્દો પણ રાજ્ય સરકારે સ્વિકારી લીધો છે.
ગુજરાતમાં દીપડાઓને આતંક યથાવત: વન વિભાગની ટીમ પર જ હુમલો કરતા ભાગદોડ
ઇન્ટર્ન તબીબો સાથેની આજની સ્વર્ણિમ સંકુલ ખાતેની બેઠકમાં ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું. સ્વર્ણીમ સંકુલ ખાતે નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં સ્ટાઇપેન્ડ, ઇન્સેન્ટિવ અને બોન્ડ મુક્તિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. જેમાં રાજ્ય સરકારે ઇન્ટરન્ટ તબીબોની સ્ટાઇપેન્ડનાં વધારાને સ્વિકાર્યો હતો. ચાલુ વર્ષે GMERS નાં તબીબોને સ્ટાઇપેન્ડ વધારી આપવાની માંગણી સ્વિકારી લેતા સરકાર અને તબીબો વચ્ચે સમાધાન થયું હતું.
લવ-જેહાદ પર વડોદરાના સાંસદે કહ્યું, વિધર્મી યુવકો હિન્દુ યુવતીઓને ફોસલાવી લઈ જાય છે
રાજ્ય સરકાર અને ઇન્ટર્ન તબીબો વચ્ચે સમાધાન
રાજ્ય સરકારે સ્ટાઇપેન્ડ વધારાની માંગ સ્વિકારતા આ બાબતે સમાધાન થયું હતું. ઇન્ટર્ન તબીબોની માંગ મુજબ રાજ્ય સરકારે સ્ટાઇપેન્ડ પેટે એપ્રીલ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધી 10 મહિના માટે સ્ટાઇપેન્ડ ઉપરાંત 5 હજાર રૂપિયા કોરોના ડ્યુટી તરીકે આપવા બાંહેધરી આપી છે. આ વધારો એપ્રીલ મહિનાથી જ ચુકવાશે. હાલ 12800ના બદલે ઇન્ટર્ન તબીબોને 18000 રૂપિયા ચુકવવામાં આવશે. 5 હજાર રૂપિયાનો વધારો આ તમામ ઇન્ટર્ન તબીબોને મળશે. રાજ્યનાં સરકારી GMERS મેડિકલ કોલેજનાં આશરે 2000 તબીબો આ ફાયદો મળશે.
સુરતની જીડી ગોયેન્કા સ્કૂલ સામે વાલીઓનો મોરચો, સંતાનોને લઈ કલેક્ટર ઓફિસ પહોંચ્યા
જો કે રાજ્ય સરકાર દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ વધારો માત્ર આ બેચના ઇન્ટર્ન તબીબોને જ મળશે. એટલે કે આ બેચનાં 2000થી વધારે તબીબોને આ ફાયદો મળશે. આ કોઇ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ કોરોના ડ્યુટી પેટે 5 હજાર રૂપિયા ઇન્સેન્ટિવ પેટે ચુકવાયા છે. જેથી ત્યાર બાદની બેચને જુની રકમ જ ચુકવામાં આવશે. કોરોના ડ્યુટી પેટે જ આ વધારો લાગુ પડશે. જો કે રાજ્ય સરકારે ઇન્ટર્ન તબીબોએ કરેલી ઇન્સેન્ટિવ અને બોન્ડ મુક્તિની માંગ માંગને ફગાવી હતી. એટલે કે સ્ટાઇપેન્ડ વધારા સિવાયની તમામ માંગણીઓ રાજ્ય સરકારે ફગાવી દીધી હતી. આ પ્રકારે સરકાર અને ઇન્ટર્ન તબીબો વચ્ચે 5 દિવસથી પડેલી મડાગાંઠનો આખરે અંત આવ્યો હતો અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube