વિશ્વ મહિલા દિવસ: મળો આ આઇપીએસ મહિલાને, જેમની કંઇક આવી છે સંઘર્ષ ગાથા
આ મહિલા પોલીસ અધિકારી છે સરોજ કુમારી, જેમનો જન્મ રાજસ્થાનના ઝુનઝૂનુ જિલ્લાના આંતરિયાળ ગામ બુડાનીયામાં થયો હતો. સરજો કુમારીના પિતા બનવારીલાલ આર્મીમાં હવાલદાર હતા.
રવિ અગ્રવાલ, વડોદરા: આજે વિશ્વ મહિલા દિવસ છે. વિશ્વ મહિલા દિવસની તમામ મહિલાઓ ઉજવણી કરે છે. પરંતુ અમે તમને વડોદરાના એક મહિલા આઈપીએસના સંઘર્ષની એક એવી કહાની જણાવી રહ્યા છે કે, જેને જોઈ તમને પણ જીવનમાં કંઈક કરવાની ભાવના ઉત્પન થશે. ત્યારે કોણ છે આ મહિલા આઈપીએસ અને કેવી છે તેમની સંઘર્ષમય કહાની...
વધુમાં વાંચો: વિશ્વ મહિલા દિવસ: આ મહિલાએ શરૂ કર્યો લોન્ડ્રીનો બિઝનેસ, લાખોનું ટર્નઓવર
આ મહિલા પોલીસ અધિકારી છે સરોજ કુમારી, જેમનો જન્મ રાજસ્થાનના ઝુનઝૂનુ જિલ્લાના આંતરિયાળ ગામ બુડાનીયામાં થયો હતો. સરજો કુમારીના પિતા બનવારીલાલ આર્મીમાં હવાલદાર હતા. સરજો કુમારી ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતા આર્મીમાંથી નિવૃત થઇ ગયા હતા. સરોજ કુમારીના ત્રણ ભાઇ છે. તેમના પિતાને પેન્શન દર મહિને માત્ર 700 રૂપિયા આવતું હતું. જેથી પરિવારનું ગુજરાન ચલાવવું ખુબ જ મુશ્કેલ હતું. જેથી સરોજ કુમારીએ નાનપણથી જ પિતાને સાથ આપવાનું નક્કી કર્યું હતું.
હાર્દિક પટેલની કારે બાઇક ચાલકને લીધો અડફેટે, પોલીસને નિવેદન આપવાનો કર્યો ઇન્કાર
સરોજ કુમારી જયપુરમાં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તેમના બે ભાઇ અને તે પોતે એક રૂમના મકાનમાં ભાડે રહેતા હતા. સરોજ કુમારી કહે છે કે, તેમના આર્દશ ભારતની પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદી છે. જેથી તેમને પણ આઇપીએસ અધિકારી બનીને જ રહેવાની પ્રબળ ઇચ્છા હતી. સરોજ કુમારીએ લેકચરરની નોકરી સાથે જ સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. તેઓ 2011માં આઇપીએસ અધિકારી બન્યા. તેમણે ગુજરાતના વલસાડમાં સૌ પ્રથમ 6 માસ માટે ટ્રેનિંગ કરી. ત્યારબાદ તેઓ સુરત જિલ્લામાં બે વર્ષ સુધી એએસપી તરીકે ફરજ બજાવી હતી.
વધુમાં વાંચો: હું કોગ્રેસનો નહી પરંતુ લોકોનો ઉમેદવાર બનીશ: પ્રશાંત પટેલ
[[{"fid":"205636","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
જોકે, ત્યારબાદ તેઓની બદલી બોટાદ જિલ્લાના એસપી તરીકે થઇ જ્યાં તેમણે રાજ્યમાં પ્રથમ વખત દેહ વ્યપાર સાથે સંકળાયેલી મહિલાઓને નરકમાંથી બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં તેમણે 35થી વધુ મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાંથી બહાર કાઢી તેમને પગભર કર્યા હતા. જેથી તેમના કામની કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ટ્વિટ કરી પ્રશંસા કરી હતી. સરોજ કુમારી ઓક્ટોબર 2017માં વડોદરા ડીસીપી ઝોન 4 તરીકે ફરજ પર આવ્યા હતા. વડોદરામાં આવતા જ તેમને ડીસીપી ક્રાઇમનો વધારાનો હવાલો આપી દેવામાં આવ્યો હતો.
વધુમાં વાંચો: ઓનલાઇન છેતરપિંડી થયેલ 3100 યુરો અમદાવાદ સાઈબર ક્રાઈમે પરત અપાવ્યા
આ સાથે સાથે તેમને મહિલા પોલીસ સ્ટેશનના સુપરવાઇઝર પણ બનાવ્યા હતા. સરોજ કુમારીએ એક અધિકારી તરીકે તમામ જવાબદારી નિભાવી હતી. તેમનાથી આરોપીઓ થરથર કાપે છે. સરોજ કુમારીનું નામ સાંભળતા જ કૃખ્યાત આરોપીઓ તેમનો ગુનો કબુલી લે છે. સરોજ કુમારી જેટલી નિષ્ઠાથી પોલીસ અધિકારી તરીકે કામ કરે છે. તેટલી જ નિષ્ઠાથી તેઓ સમાજિક કામો પણ કરે છે.
વધુમાં વાંચો: સુરત: 54 વિદ્યાર્થીઓ હવે આપી શકશે પરીક્ષા, સરાકારે આ પ્રકારની કરી વ્યવસ્થા
વડોદરા પોલીસે સમજ સ્પર્શ નામનો પ્રોજેક્ટ સોપ્યો છે. જેમાં તેમને વડોદરાની 88 શાળાના 1 લાખની વધુ વિદ્યાર્થીઓ, 50 હજારથી વધુ શિક્ષકો અને વાલીઓને ગુડ ટચ અને બેડ ટચની સમજ આપી છે. જેના કારણે તેમને તમિલનાડુના ગર્વનર પુરોહીતે વુમસ આઇકોનનો એવોર્ડ આપ્યો છે. સરોજકુમારીના સમજ સ્પર્શ પ્રોજેક્ટની ફરીથી કેન્દ્રીય મંત્રી પ્રિયંકા ગાંધીએ પ્રશંસા કરી તેમને સન્માનિત કર્યા હતા.
વધુમાં વાંચો: જામનગરનાં સાંસદ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે વિકાસ કાર્યોનું કરાયું ભૂમિપૂજન
સરોજ કુમારી કહે છે કે, તેમને બાળપણ જોયું જ નથી. બાળપણમાં તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે તેમને માત્ર કામ જ કર્યું છે. તેમણે ઘરના કામને પહેલી પ્રાથમિકતા આપી જ્યારે બીજી પ્રાથમિકતા અભ્યાસને આપી હતી. સરોજ કુમારી તમામ મહિલાઓને મહિલા દિવસે સંદેશ આપે છે કે, મહિલાઓ જેટલું વધુ સંઘર્ષ કરશે તેટલી જ મોટી સફળતા તેમને મળશે. તેઓ આજે પણ તેમના જુના દિવસો યાદ કરી પોતે જ સિદ્ધી હાંસલ કરી તેના પર ગર્વ અનુભવે છે. ત્યારે ખરેખર આઇપીએસ સરોજ કુમારી દેશની તમામ મહિલાઓ માટે એક પ્રેરણારૂપ મહિલા બન્યા છે.