જામનગરનાં સાંસદ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે વિકાસ કાર્યોનું કરાયું ભૂમિપૂજન

જામનગરના બે રેલવે સ્ટેશન ખાતે એક્સિલેટર સુવિધાનું ખાત મુહૂર્ત સાંસદ પુનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંસદ દ્વારા કેન્દ્રીય સરકારમાંથી મંજૂરી મેળવી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

Updated By: Mar 8, 2019, 09:17 AM IST
જામનગરનાં સાંસદ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે વિકાસ કાર્યોનું કરાયું ભૂમિપૂજન

મુસ્તાક દલ, જામનગર: જામનગરના સાંસદ દ્વારા હાલ જ્યારે તાજેતરમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે જામનગરની જનતા માટે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હત વણજાર કરવામાં આવી રહી છે. જેમાં આજે જામનગરના બે રેલવે સ્ટેશન ખાતે એક્સિલેટર સુવિધાનું ખાત મુહૂર્ત સાંસદ પુનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંસદ દ્વારા કેન્દ્રીય સરકારમાંથી મંજૂરી મેળવી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે મુસાફરોને આ રેલવેની નવી સુવિધાઓથી ફાયદો થશે.

જામનગરના સંસદ પૂનમબેન માડમ દ્વારા કેન્દ્રીય સરકારમાંથી ગ્રાન્ટ મેળવી શહેરના ગાંધીનગર રેલવે સ્ટેશન તેમજ જામનગર નજીકના હાપા રેલવે સ્ટેશન એમ કુલ બે રેલવેસ્ટેશન ખાતે એક્સિલેટર બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક્સીલેટરથી મુસાફરોને સારો ફાયદો થશે. ત્યારે શહેરના ગાંધીનગર ખાતે સંસદ પૂનમબેન દ્વારા એક્સીલેટરનું ભૂમિ પૂજન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 2.8 કરોડના ખર્ચે આ એક્સીલેટર તૈયાર કરવામાં આવનાર છે. આ તકે રાજકોટ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ નગરસેવકો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો...