મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં ફરી એક વાર નશાનો સામાન ઝડપાયો છે અને એ સામાન પણ એક બે કિલો નહીં 100 કિલોથી પણ વધુ છે. નારોલ પોલીસે લાંભા 3 રસ્તેથી રિક્ષામાં લઈ જવાતા 110 કિલો ગાંજા સાથે રાણીપના 3 ઈસમોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરીને મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મંગાવનાર અને આપનારની શોધખોળ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: ગૃહમંત્રી પ્રદીપસિંહ સહિત કુલ 2815 પોઝિટિવ, રસીકરણ છતા સ્થિતિ બેકાબુ


અમદાવાદના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું કામ કરનારા ઈસમો પોલીસની પકડમાં આવ્યા છે. સ્ક્રીન પર દેખાતા શખ્સોને નામ છે કિરીટ પંચાલ, ચીમન સોલંકી અને કૃષ્ણરાજ પુરોહિત. રાણીપ વિસ્તારમાં રહેતા આ ત્રણેય શખ્સો રિક્ષામાં નડિયાદથી અમદાવાદમાં ગાંજો લઈને આવતા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આરોપીઓ પાસેથી પોલીસે 110 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે.


દુર્ઘટનાને દેર ભલી હે: ઉત્તરગુજરાતનું કાણીયોલ ગામ 7 દિવસ માટે સ્વયંભૂ પાળશે બંધ


અમદાવાદ નારોલ પોલીસે લાંભા ત્રણ રસ્તા પર પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક રીક્ષા લાંભાથી નારોલ તરફ આવી રહી છે. જેમાં નશાનો સામાન મોટી માત્રામાં છે. જેથી પોલીસે બાતમીના આધારે રીક્ષા રોકી તેમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. પોલીસે ઓટો રીક્ષા અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ 11 લાખ 63 હજાર 110 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપીઓ અંકલેશ્વરથી આ ગાંજાનો જથ્થો અમદાવાદમાં લાવ્યા હતા. ત્યારે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાતા હાલ તો પોલીસે ગાંજો આપનાર અને મંગાવનાર બંને શખ્સોને ઝડપી પાડવા માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube