ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત સરકારના કોમ્યુનિકેશન અને ટેલિકોમ મંત્રાલાય દ્વારા આપવામાં આવી છે ખાસ સુવિધા. વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં આફતમાં કામ તમારી જીવન રક્ષક બની શકે છે આ સુવિધા. સામાન્ય રીતે ભારે વરસાદની સ્થિતિમાં મોબાઈલના ટાવર પકડાતા નથી. કનેક્ટીવી ખોરવાઈ જાય છે. જેને કારણે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે સંપર્ક થઈ શકતો નથી. આવી સ્થિતિને પહોચી વળવા માટે કેન્દ્ર સરકારે પાસ સુવિધા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારે આફતના સમયે આપેલી આ ઉપયોગી સુવિધા છે ટેલિકોન સેક્ટરનું ફ્રી રોમિંગ. જેને ઈન્ટ્રા સર્કલ રોમિંગ ફેસેલિટી પણ કહેવામાં આવે છે. આ ફેસેલિટી દ્વારા તમારી પાસે ભલે કોઈપણ કંપનીનું સીમ કાર્ડ હોય તેમ છતા કમે ગમે તે ટેલિકોમ સેક્ટરને સીધું કનેક્ટ કરીને તેની કનેક્ટીવીટીનો ઉપયોગ કરી શકો છો. રાજકોટના કલેકટરે આ અંગે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાને શેર કરી છે. જેથી કરીને આફતના સમયમાં દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકે.


ખાસ કરીને છેલ્લાં ત્રણ દિવસથી વરસી રહેલાં ભારે વરસાદને કારણે હાલ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને પગલે ભારે તારાજી સર્જાઈ છે. હાલ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. આવી સ્થિતિમાં મોબાઈલ કનેક્ટીવીટીનો પણ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. ત્યારે આવી સ્થિતિમાં આ સુવિધા તમારા માટે જીવન રક્ષક બની શકે છે.


રાજકોટના કલેક્ટરે ટ્વીટ મારફતે શું માહિતી આપી?
ટેલિકોમ સંદર્ભે ખાસ અગત્યની સુચનાઃ ગુજરાતમાં ભારી વરસાદના સંદર્ભે 'ઇન્ટ્રા સર્કલ રોમિંગ' ફેસીલીટી ચાલું હોય, તમે કોઈપણ કંપનીનું નેટવર્ક સર્ચ કરી ને યુઝ કરી શકો છો.
 




 


ખાસ કરીને ગુજરાત પર આવેલી વરસાદી આફતમાં કેન્દ્ર સરકારે આપેલી આ સુવિધા તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે. હાલ ખાસ કરીને ગુજરાતના વડોદરા, રાજકોટ, ખેડા, આણંદ, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિત 9 જિલ્લાઓમાં સ્થિતિ વધારે ખરાબ છે. ત્યારે આ તમામ જિલ્લાઓ માટે આ ફેસિલીટી ઉપલબ્ધ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ગુજરાતના આ 9 જિલ્લાઓમાં તમે કોઈપણ નેટવર્ક દ્વારા સીધો કનેક્ટ થઈ શકો છો.