નવી દિલ્હી : ગુજરાતમાં થયેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ત્રણ આઈપીએસ અધિકારીઓની ધરપકડ કરનાર આઈપીએસ રજનીશ રાયે રાજીનામું આપ્યું છે. તેઓ હાલ આંધ્રપ્રદેશમાં CRPFમાં ફરજ બજાવી રહ્યા હતાં. તેઓ 1992 ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી હતા. IPS રજનીશ રાય સોહરાબુદ્દીન એન્કાઉન્ટર વખતે ઘણા ચર્ચામાં આવ્યા હતા. તેમના સાથી પોલીસ અધિકારીની ધરપકડ થતા તેઓ ચર્ચામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં તપાસ બાદ બોગસ અથડામણ સામે આવ્યા પર સરકારે રજનીશ રાયની બદલી કરાવી હતી. ત્યારબાદ હાલ IPS રજનીશ રાય આંધ્રપ્રદેશમાં CRPFમાં ફરજ બજાવી રહ્યાં હતાં. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી રજનીશ રાય અને સતિષ વર્માની ગુજરાતમાંથી દેશના પુર્વોત્તર રાજ્યોમાં બદલી કરી દેવામાં આવી હતી. આ બંન્ને 1992 બેચના આઈપીએસ અધિકારીઓ હતાં. 


હાલ IPS રજનીશ રાય આંધ્રપ્રદેશમાં CRPFમાં ફરજ પર છે. પરંતુ તેમના પત્ની પણ ગુજરાતમાં ઉચ્ચ પદે પાછા ફર્યા હતા, જેથી પતિ-પત્નીને એક જ જગ્યાએ રાખવાના સરકારના નિયમ મુજબ તેઓ ગુજરાતમાં પાછા ફરી રહ્યા છે તેવા અહેવાલો સામે આવ્યા હતા. પરંતું આજે ગુજરાત કેડરના IPS રજનીશ રાયે એકાએક રાજીનામું આપી દેતા ચર્ચાનો વિષય બન્યો હતો.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...