ઝી બ્યુરો/બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી મંદિરમાં વિવિધ નેતા, અભિનેતા અને વીઆઇપી લોકો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરમાં આજે શનિવારના રોજ ગુજરાતના બનાસકાંઠામાં કાણોદરનાં પનોતા પુત્ર અને દેશના સૌથી નાની ઉંમરના IPS સફિન હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા હતા. મંદીરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાવડી મુકવામાં આવી હતી. ત્યારબાદ તેમને માતાજીની ગાદીમાં દર્શન કર્યા હતા અને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. 


અંબાજી મંદિરમાં તેમણે જણાવ્યું હતું કે હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું ત્યારે તે અગાઉ માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને ત્યારબાદ આજે ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છું અને મને નવી ઊર્જા મળી છે અને દેશનો વિકાસ થાય તેવી મેં માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે.