કોરોના અસરઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલતી તેજસ ટ્રેન 31 માર્ચ સુધી બંધ
દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રેલવેએ 31 માર્ચ સુધી તેજસ ટ્રેન સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી 150થી વધુ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. દેશભરમાં મોલ, શાળા, કોલેજ, સિનેમાહોલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો લોકો ભેગા થાય તેવા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો હવે રેલવેએ તેજસ એક્સપ્રેસ ટ્રેન સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ ટ્રેન સેવા 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય આઈઆરસીટીસી દ્વારા કરવામાં આવ્યો છે.
તેજસ ટ્રેન સેવા રહેશે બંધ
ભારતીય રેલવે દ્વારા તેજસ ટ્રેન સેવા 19 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ અને લખનઉ-નવી દિલ્હી વચ્ચે ચાલતી આ ટ્રેન સેવા બંધ રહેશે. આ સાથે વારાસણી-ઇન્દોર કાશી મહાકાલ એક્સપ્રેસ પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો અમદાવાદ-અજમેર ઇન્ટરસિટી પણ 31 માર્ચ સુધી રહેશે બંધ.
દેશભરમાં આ અન્ય 23 ટ્રેન સેવા પણ રદ્દ
દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભારતીય રેલવેએ પણ 17 માર્ચે 23 ટ્રેન સેવા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.
ટ્રેન નંબર | ટ્રેનનું નામ | રદ્દ થવાની તારિખ |
11007 | મુંબઇ-પુણે ડેક્કન એક્સપ્રેસ | 19 માર્ચ - 31 માર્ચ |
11008 | પુણે-મુંબઇ ડેક્કન એક્સપ્રેસ | 18 માર્ચ - 30 માર્ચ |
11201 | લોકમાન્ય તિલક ટર્મિનલ-અજની એક્સપ્રેસ | 23 માર્ચ - 30 માર્ચ |
11202 | અજની-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ | 20 માર્ચ - 27 માર્ચ |
11205 | લોકમાન્ય તિલક ટર્મિનલ-નિઝામાબાદ એક્સપ્રેસ | 21 માર્ચ - 28 માર્ચ |
11206 | નિઝમાબાદ-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસ | 22 માર્ચ - 29 માર્ચ |
22135/2136 | નાગપુર-રીવ એક્સપ્રેસ | 25 માર્ચ |
11401 | મુંબઇ-નાગપુર નંદીગ્રામ એક્સપ્રેસ | 23 માર્ચ - 1 એપ્રિલ |
11402 | નાગપુર-મુંબઇ નંદીગ્રામ એક્સપ્રેસ | 22 માર્ચ - 31 માર્ચ |
11417 | પુણે-નાગપુર એક્સપ્રેસ | 26 માર્ચ - 2 એપ્રિલ |
11418 | નાગપુર-પુણે એક્સપ્રેસ | 26 માર્ચ - 2 એપ્રિલ |
22139 | પુણે-અજની એક્સપ્રેસ | 21 માર્ચ - 28 માર્ચ |
22140 | અજની-પુણે એક્સપ્રેસ | 22 માર્ચ - 29 માર્ચ |
12117/2118 | લોકમાન્ય તિલક ટર્મિનલ-મનમંદ એક્સપ્રેસ | 18 માર્ચ - 31 માર્ચ |
12125 | મુંબઇ-પુણે પ્રગતિ એક્સપ્રેસ | 18 માર્ચ - 31 માર્ચ |
22126 | પુણે-મુંબઇ પ્રગતિ એક્સપ્રેસ | 19 માર્ચ - 1 એપ્રિલ |
22111 | ભુસાવલ-નાગપુર એક્સપ્રેસ | 18 માર્ચ - 29 માર્ચ |
22112 | નાગપુર-ભુસાવલ એક્સપ્રેસ | 19 માર્ચ - 30 માર્ચ |
11307/11308 | કલબુર્ગી-સિકંદરાબાદ એક્સપ્રેસ | 18 માર્ચ - 31 માર્ચ |
12262 | હાવડા-મુંબઇ દુરંટો એક્સપ્રેસ | 24 માર્ચ - 31 માર્ચ |
12261 | મુંબઇ-હાવડા દુરંટો એક્સપ્રેસ | 25 માર્ચ - 1 એપ્રિલ |
22221 | છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ - નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ | 20, 23, 27 અને 30 માર્ચ |
22222 | નિઝામુદ્દીન-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ રાજધાની એક્સપ્રેસ | 21, 24, 26 અને 31 માર્ચ |