અમદાવાદ : એક તરફ જ્યારે દેશના ડ્રગ્સનાં સૌથી મોટા ડિટેન્શનના કેસની ચાર્જશીટ NIA દ્વારા કોર્ટમાં રજુ થઇ રહી હતી ત્યારે બીજી તરફ આ જ કેસને પ્રકાશમાં લાવવા બદલ દેશની પ્રતિષ્ઠિત સમાચાર ચેનલ ZEE MEDIA ના કર્મચારીઓ કોર્ટના કઠેડામાં ઉભા હતા. આ કર્મચારીઓનો વાંક એટલો હતો કે તેમણે સત્યને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. અદાણી પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સના કેસના સમાચાર ચલાવવા બદલ ADANI સમુહ દ્વારા કોર્ટમાં ઢસડી જવાયા હતા. આ વાંચીને તમને આશ્ચર્ય જરૂર થયું હશે પરંતુ આ સત્ય છે કે, જો તમે સાચા સમાચાર ચલાવો તો પણ તમારે કોર્ટમાં જવું પડી શકે છે. કોર્ટ રૂમમાં MEDIA સમુહ દ્વારા જવાબ રજુ કરવા માટે વધારે સમયની માંગણી કરાઇ રહી હતી. ત્યારે ADANI ના વકીલો દ્વારા કોર્ટ પર જાણે દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારો નહી પરંતુ કોઇ રીઢા ગુનેગારો હોય તે પ્રકારે જજ પર તેમની વિરુદ્ધ સમન બજાવવાનું દબાણ કરાઇ રહ્યું હતું. ખુબ જ સીનિયર વકીલોની ફોજ ખડી કરીને કોર્ટ રૂમમાં જજ પર પણ દબાણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. કોઇ રીઢા ગુનેગારો સાથે જે પ્રકારનું વર્તન થાય તેવું વર્તન અદાણીના વકીલો દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે માણસા કોર્ટે સત્યનો સાથ આપતા હાલ ZEE MEDIA ને જવાબ રજુ કરવા માટે 5 એપ્રીલ સુધીનો સમય આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના નામે ગુનાગોર ફફડે તેવો દમ ભરતી ક્રાઇમબ્રાંચને આરોપી ઉલ્લુ બનાવીને ફરાર થઇ ગયો


કચ્છના મુંદ્રા પોર્ટ પર ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ મુદ્દે આજે એનઆઇએ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જેમાં 9 આરોપીઓને NIA ની સ્પેશિયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. આ કેસમાં એનઆઇએ દ્વારા 10500 પાનાની ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જેમાં ઘણા ચોંકાવનારા અને મહત્વપુર્ણ ખુલાસાઓ થઇ શકે છે. જો કે સૌથી પહેલા આ કેસ કસ્ટમ્સ પાસે હતો ત્યાર બાદ નાર્કોટિક્સ બ્યુરોને સોંપવામાં આવ્યો અને જેમ જેમ હાઇપ વધતો ગયો તેમ તેમ આખરે તેને NIA ને સોંપાવાની ફરજ પડી હતી. જો મીડિયા દ્વારા ખાસ કરીને ZEE MEDIA દ્વારા દેશને બરબાદ કરનારા આ દુષણને ડામવા માટે ઉગ્ર સ્ટેન્ડ ન લેવામાં આવ્યું હોત તો આજે આ કેસ પોર્ટ પર જ રફાદફા થઇ ગયો હતો. 


આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત થશે ભવ્ય ઉજવણી, 75 શહેરોમાં યોજાશે અમૃત યાત્રા


જે પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું તે જોતા આ કોઇ પ્રથમવાર મંગાવાયું હોય તેવું જરા પણ નથી લાગતું. જો પહેલીવાર મંગાવવામાં આવ્યું હોય તે ઓછા પ્રમાણમાં જ મંગાવવામાં આવે. પ્રથમવાર ટ્રાયલ સફળ રહ્યા બાદ ધીરે ધીરે પ્રમાણ વધારવામાં આવતું જાય. આ ગુનેગારોની માનસિકતા છે. આ ડ્રગ્સનું પ્રમાણ જોતા આ પ્રેક્ટિસ લાંબા સમયથી ચાલી રહી હોય અને ગુનેગારો માટે આ ગ્રીન કોરિડોર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ પોર્ટ હાલ તો ડ્રગ્સ નહી પરંતુ મોટા ભાગના બિનકાયદેસર ધંધાઓ માટે લાલજાજમ પાથરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યાંથી બે વખત રક્ત ચંદન પણ ઝડપાઇ ચુક્યું છે. આ રક્ત ચંદન પણ પ્રતિબંધિત વસ્તું છે. 


કેસર કેરી મધ્યમવર્ગને આ વખતે કડવી લાગશે, કારણ જાણીને તમે ચોક્કસ ચોંકી ઉઠશો


જો કે દેશને બરબાદ કરનારા આ દુષણ સામે એક પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રવાદી મીડિયા તરીકે ZEE MEDIA એ સ્ટેન્ડ લીધું અને આ કેસને જોઇએ તેટલો હાઇપ આપ્યો જેના કારણે લોકો અને ઉચ્ચ પદસ્થ તંત્રના ધ્યાને આ બાબત આવી. ત્યાર બાદ રાષ્ટ્રીય સ્તરીય એજન્સીઓને તપાસ સોંપવાની ફરજ પડી. જો ZEE MEDIA દ્વારા આમાં સ્ટેન્ડ ન લેવાયું હોત તો આજે આ કેસ મુદ્દે ભીનુ સંકેલાઇ ચુક્યું હોત. જો કે આ સત્યનો રસ્તો કેટલો કંટકોથી ભરપુર હોય છે તેનું ઉદાહરણ છે કે, આજે ZEE MEDIA ની અનેક ચેનલના એડિટરથી માંડીને એન્કર સહિતનો સ્ટાફ કોર્ટની તારીખો ભરતો થઇ ગયો છે. પોર્ટનું સંચાલન કરતી કંપની ADANI દ્વારા ZEE MEDIA પર કંપનીને બદનામ કરવાનું ષડયંત્ર રચવાનો ખોટો કેસ કરી દીધો. જેના કારણે સત્યના પ્રહરી બનેલા MEDIA સમુહના અનેક કર્મચારીઓ કોર્ટની તારીખો ભરતા થયા છે. જો કે સત્ય જેમ જેમ તપે છે તેમ તેમ વધારે મજબુત બને છે તે પ્રકારે ZEE MEDIA ના સ્ટાફ દ્વારા જણાવાયું કે, સત્ય પરેશાન જરૂર હોઇ શકે પરંતુ પરાજીત નહી. સત્ય સાથે હંમેશાથી હતા છીએ અને રહીશું.


GUJARAT CORONA UPDATE: નવા 10 કેસ, 27 દર્દી રિકવર થયા, 1 નાગરિકનું મોત


જો કે આજે સવાલ એ પેદા થાય છે કે, શું સત્ય બતાવવું કોઇ ગુનો છે આ દેશમાં? ઝી મીડિયા સાથે સાથે સાથે અનેક મીડિયા સમુહો દ્વારા પણ આ સમાચાર દેખાડવામાં આવ્યા હતા. પરંતુ ઝી મીડિયાને આ કંપની દ્વારા ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હવે આ કેસ આટલું મોટુ કન્સાઇન્મેન્ટ પકડાઇ ગયું અને ધાર્યું ન થયું તેની દાઝ રાખીને કરવામાં આવ્યા કે કયા કારણથી કરવામાં આવ્યા એ તો તે લોકો જ જાણે પરંતુ ગુજરાતની જનતાએ જાગૃત થવાની જરૂર છે. કારણ કે જો તેઓ આજે સત્યની પડખે ઉભા નહી રહે તો કાલે કોઇ સત્ય બોલવાની હિંમત જ નહી કરે. માટે ગુજરાતની જનતાને અપીલ છે કે, તેઓ સત્યની સાથે ઉભા રહે કારણ કે અમે છીએ ZEE MEDIA અમે સાંભળીએ તમારી વાત. ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય અને પંજાબ જેવી સ્થિતિ સમગ્ર દેશમાં ન સર્જાય તે માટે અમે લડી રહ્યા છીએ અને લડતા રહીશું. પરંતુ હાલમાં જે ઘાટ સર્જાયો છે તે જોઇને એક કવિની પંક્તિ યાદ આવે છે કે, દેવડીયે દંડાય છે ચોર મુઠી ઝારના ને લાખો ખાંડી લૂંટનારા મહેફીલે મંડાય છે. છે ગરીબોના કુબે તેલનું ટીપુય દોહ્યલું ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube