આણંદ : ગુજરાતમાં હાલ એક ખુબ જ ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સામાન્ય રીતે આવા વીડિયો ઉત્તરપ્રદેશ કે બિહારમાં જોવા મળતા હોય છે પરંતુ આ વીડિયો ત્યાંનો નહી પરંતુ ગુજરાતનો અને તેમાં પણ ખુબ જ વિકસિત ગણાતા આણંદ જિલ્લાના વાસદ ગામનો છે. જ્યાં એવું કહેવાય છે કે, દરેક ઘરમાંથી એક વ્યક્તિ NRI છે અને જે ગામના વિકાસની વાતો અનેક વખત છાપે ચડી ચુકી છે. આ ગામમાં શબવાહિની નહી મળી શકવાનાં કારણે એક પરિવારે મૃતદેહને સાયકલમાં લઇ જવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતિને તંત્રમંત્રથી સાજો કરવાનું કહી અખ્તર બાબાએ માતા-પુત્રી પર દુષ્કર્મ આચર્યું, કોર્ટે ફટકારી કડક સજા


ચોંકાવનારી બાબત તો એ છે કે, આ ગામમાં CNG સ્મશાનગૃહ છે પરંતુ મૃતદેહને લઇ જવા માટેની શબવાહીની નથી. એક અઠવાડીયા જુનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે ગુજરાત મોડેલનાં નામે સરકાર ફેફસા ફુલાવતી ફરે છે શું આ જ તે ગુજરાત મોડલ છે. બીજી મહત્વની વાત છે કે, સાંસદ મિતેશ પટેલનું ગામ વાસદ છે અને ત્યાં નાગરિકે રઝળવાની ફરજ પડી હતી. 


GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 17 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


સમગ્ર ગુજરાતને શરમજનક સ્થિતિમાં મુકે તેવો વીડિયો વાયરલ થતા તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે. ગુજરાતમાં અમીરોના તો બધા છે પરંતુ ગરીબોનું કોઇ નથી. ગરીબ પરિવારનાં મોભીનું નિધન થતા જીવતા તો જેની લાજ કોઇએ નહી રાખી હોય તેવા વ્યક્તિને મોત પછી પણ ઇજ્જત મળી નહોતી. હાઇસ્કુલ નજીક પાંચ કલાક મૃતદેહ રઝળતો રહ્યો હતો. આખરે પરિવારને લાગ્યું કે આપણી વ્હારે કોઇ નહી આવે ત્યારે તેમણે પોતાની પાસે હતા તે પૈસામાંથી પેડલરિક્ષા કરીને મૃતદેહને સ્મશાને પહોંચાડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube