અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતના બહુચર્ચિત એવા ઈશરત જહા એન્કાઉન્ટર કેસ મામલે આજે એન.કે.અમીન અને ડીજી વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટ આપશે ચુકાદો. બંને પક્ષ તરફથી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. બંને પૂર્વ પોલીસ અધિકારીઓએ ઈશરત જહા નકલી એન્કાઉન્ટર કેસ મામલે પોતાની વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાઈ-બહેનને ભણાવવા ગરીબ વિદ્યાર્થી શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો, પછી જે થતું તે આંખમાં આસું લાવી દેશે


ડીજી વણઝારાએ ચુકાદા પહેલા શું કહ્યું...
ઈશરત જહા કેસમાં ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી માટે ડી.જી.વણઝારા પોતાના નિવાસ સ્થાનથી કોર્ટમાં જવા નીકળ્યા હતા. ત્યારે ડી જી વણઝારાએ આજે ચુકાદા અંગે ભગવાન પર સંપૂર્ણ ભરોસો હોવાની વાત કરી અને ભૂતકાળમાં પણ પોઝિટિવ પરિણામ મળ્યા છે અને આગળ પણ પોઝિટિવ પરિણામ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 


રાજકોટના આ પાનપાર્લરની ચારેકોર છે ચર્ચા, યુવકો પાન ખાવાનું ભૂલી જાય તેવું...


સીઆરપીસીની ધારા 197 અંતર્ગત સરકારી નોકરીની વિરુદ્ધ કર્તવ્ય નિર્વાહ દરમિયાન કરવામાં આવેલ કાર્યને લઈને કેસ ચલાવવા માટે રાજ્ય સરકારની પરમિશન લેવી જરૂરી છે. કોર્ટે આ પહેલા આ મામલામાં આરોપ મુક્ત કરવાની અરજીઓને નકારી કાઢી હતી.