પ્રશાંત ઢીવરે/સુરત: કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ સીઝનલ ફ્લુના કેસોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લઈને તંત્ર સતર્ક થયું છે. જિલ્લા કલેકટરના આદેશ અનુસાર સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં 10 તો સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડ સાથેનો અલાયદો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

H3N2 વાયરસને લઈને મોટા સમાચાર, ગુજરાતની 98 લેબોરેટરીને મળી ટેસ્ટ કરવાની મંજૂરી


સુરત શહેરમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ઉનાળામાં માવઠું પડતા અને વાતાવરણમાં પલટો આવતા સીઝનલ ફ્લુના કેસોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે હાલમાં સિવિલ હોસ્પિટલમાં દૈનિક 150 થી 200 જેટલા સીઝનલ ફ્લુના કેસો સામે આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતમાં મનપા દ્વારા ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરુ કરાયા બાદ હવે આઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે. 


પિતા દીકરીને ખોટા પરીક્ષા સેન્ટર પર મૂકી ગયા, પીઆઈ મદદે દોડી આવ્યા, થઈ પ્રશંસા


સુરતની સિવિલ હોસ્પિટલમાં 10 બેડ અને સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડનો અઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે. સીઝનલ ફ્લુના દર્દીને તકલીફ ન પડે અને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમ્પ સેલ બિલ્ડીંગમાં સીઝનલ ફ્લુના દર્દીઓ માટે 10 બેડનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. તમામ બેડ ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની જરૂરી સુવિધા સાથે સજ્જ રાખવામાં આવ્યો છે.


ગુજરાત ભરમાં રઝળતાં ઢોરનો કાયદો કાગળ પર! આ જગ્યાએ 24 કલાકમાં 2 લોકો સાથે દુર્ઘટના


આજદિન સુધીમાં સુરત શહેરમાં કોરોનાના કુલ 1,67,538 દર્દી નોંધાઇ ચુક્યા છે.એની સામે 1,65,826 દર્દી સાજા થયા છે. 1683 દર્દીના મોત થયા છે.જીલ્લાની વાત કરી તો આજદિન સુધીમાં સુરત જિલ્લામાં કોરોનાના કુલ કેસ 44.662 થયા છે. જે પૈકી 44,090 દર્દી સાજા થયા છે 560 દર્દી મોતને ભેટ્યા છે. હાલ કોરોનાના કેસ વધતા દેખાતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની સારવાર સંબંધિત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરાઈ છે.


70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!


સિવિલ હોસ્પિટલમાં સુપ્રીડેન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે સીઝનલ ફ્લુના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને તેઓને આઈસોલેશન રાખવા માટે અલાયદો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. અહી 10 બેડ ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની સુવિધા સાથે સજ્જ કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓને સારવાર માટે પૂરી ટીમ તૈયાર છે તેમ છતાં જો દર્દીઓ વધશે તો જરૂરિયાત મુજબ સ્ટાફ પણ વધારવામાં આવશે.