પિતા દીકરીને ખોટા પરીક્ષા સેન્ટર પર મૂકી ગયા, પીઆઈ મદદે દોડી આવ્યા ને જીપમાં બેસાડી સેન્ટર પર લઈ ગયા

Police Officer Help Board Student : પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીનીને પહોંચાડ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરે નિશાને All The Best કહ્યું ત્યારે નિશા પણ Thank You Sir સાથે કહ્યું કે, આજે મને આનંદ છે કે હું સમયસર પરીક્ષા આપી શકીશ
 

પિતા દીકરીને ખોટા પરીક્ષા સેન્ટર પર મૂકી ગયા, પીઆઈ મદદે દોડી આવ્યા ને જીપમાં બેસાડી સેન્ટર પર લઈ ગયા

Board Exam 2023 : હાલ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન  વિદ્યાર્થીઓની સાથે વાલીઓની પણ રઝળપાટ થઈ જતી હોય છે. આવામાં ભૂજનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષામાં એક પોલીસ કર્મચારીએ કરેલી કામગીરી ચર્ચામાં આવી છે. ભૂજમાં એક વિદ્યાર્થીનીને તેના પિતા ભૂલથી બીજા પરીક્ષા કેન્દ્ર પર મૂકી ગયા હતા. જેથી મૂંઝવાયેલી વિદ્યાર્થીનીને એક પીઆઈએ સમયસર તેના યોગ્ય પરીક્ષા સેન્ટર પર પહોંચાડી હતી. તેઓ જાતે સરકારી ગાડીમાં વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ ગયા હતા. આમ, તેમના આ સાહસના ચારેતરફ વખાણ થઈ રહ્યાં છે. 

બન્યું એમ હતું કે, ગાંધીધામની એક વિદ્યાર્થી ધોરણ-10 માં ભણે છે. હાલ તેની પરીક્ષા ચાલી રહી છે. ગુજરાતીનું પેપર હોવાથી તે પેપર આપવા ભૂજ આવી હતી. તેના પિતા ઉતાવળમાં તેને ભુજની માતૃછાયા સ્કૂલમાં મૂકી ગયા હતા. પંરતું બાદમાં તેમને ખબર પડી કે, તેની પરીક્ષા સેન્ટર આરડી વરસાણી હાઈસ્કૂલમાં આવેલું છે.

પોતે ખોટા પરીક્ષા સેન્ટર પર આવી ગઈ છે તે જાણીને જ વિદ્યાર્થીની રડવા લાગી હતી. તેને રડતી જોઈ ત્યાં બંદોબસ્તમાં હજાર પીઆઈ જેવી ધોળાનું તેના પર ધ્યાન ગયુ હતું. તેમણે જોયું કે, તમામ પરીક્ષાર્થીઓ પરીક્ષાખંડમાં પહોંચી ગયા છે અને આ વિદ્યાર્થિની કેમ બહાર રડી રહી છે? તેથી તેઓએ વિદ્યાર્થીનીને પૂછતા તેણે રડતા રડતા વ્યથા જણાવી હતી. 

વિદ્યાર્થીનીને રડતી જોઈ પીઆઈ તેની મદદે આવ્યા હતા. તેઓ પોતાની પોલીસ જીપમાં બેસાડીને વિદ્યાર્થીનીને યોગ્ય સેન્ટર સુધી લઈ ગયા હતા. જોકે, પીઆઈની આ કામગીરીના ચારેતરફ વખાણ થવા લાગ્યા છે. પોલીસની આ કામગીરીથી વિદ્યાર્થિની પોતાની પરીક્ષા સમયસર આપી શકી હતી. ભૂજની પીઆઈની આ કામગીરીની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ નોંધ લીધી હતી. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, ગુજરાત પોલીસ એટલે ફક્ત સુરક્ષા જ નહીં, પરંતુ વિપરીત પરિસ્થિતિમાં સહાયનું સરનામું. વિદ્યાર્થિની ખોટા કેન્દ્ર પર પહોંચતા પોલીસ ઈન્સ્પેક્ટરે તેમને સાચા કેન્દ્ર પર પહોંચાડી હતી. આ ઉપરાંત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સહિત અનેક અગ્રણીઓએ પોલીસ અધિકારીની કામગીરીને બિરદાવી હતી.

પરીક્ષા સેન્ટર પર વિદ્યાર્થીનીને પહોંચાડ્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરે નિશાને All The Best કહ્યું ત્યારે નિશા પણ Thank You Sir સાથે કહ્યું કે, આજે મને આનંદ છે કે હું સમયસર પરીક્ષા આપી શકીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news