ગુજરાતની ડ્રોન કંપનીને ઈઝરાયેલથી મળ્યો મોટો ઓર્ડર, ઘાતક ડ્રોન બનાવીને સપ્લાય કરાશે
Big Order : ઈઝરાયેલની કંપનીએ ડ્રોન ખરીદવા માટે સુરતની કંપની સાથે કરાર કર્યાં. ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા, હવે ભારતમાં બનેલા સ્વદેશી ડ્રોન ઈઝરાયેલની ડિફેન્સ અને સુરક્ષામાં કામમાં આવશે
Surat News ચેતન પટેલ/સુરત : સુરતની ડ્રોન બનાવતી કંપનીએ ઇઝરાઇલની કંપની સાથે ખૂબ જ મોટો અને મહત્વનો એમઓયુ સાઇન કર્યો છે. જે ખરેખર સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત બની રહ્યું છે. આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામા કાઝી ડ્રોન સુરતનો યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે. અને આ ડ્રોન ખરીદવા ખુદ ઈઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપનીની ટીમ સુરત આવી હતી. અને ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા હતા. ત્યારે આ કામા કાઝી ડ્રોનની શું ખાસિયત છે અને કઈ રીતે ડિફેન્સમાં તે ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે તે જાણીએ આ વિશેષ અહેવાલમાં...
કામા-કાઝી નામનું ઘાતક ડ્રોન ઈઝરાયેલની કંપની ખરીદી રહી છે
આમ તો ઈઝરાયેલી આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમ દેશ- વિદેશમાં આધુનિક મનાય છે. વિશ્વના મોટાભાગના દેશો ઇઝરાયેલ પાસેથી ડિફેન્સ અને સુરક્ષાના લગતા સાધનો ખરીદતી હોય છે.પરંતુ હવે ઈઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા ખાસ ડ્રોનનો ઉપયોગ કરશે. જી હા હાલમાં ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી 30 અંડર 30ની યાદીમાં આવેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ ડિફેન્સ અને સરહદી સુરક્ષા માટે બનાવેલું કામા-કાઝી નામનું ઘાતક ડ્રોન ઈઝરાયેલની કંપની ખરીદી રહી છે. અર્થ ચૌધરી દ્વારા ચાર વર્ષ પહેલા ઈનસાઇડ FPV નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરી હતી અને આ કંપની દ્વારા નાના કોમર્શિયલ ડ્રોનથી લઈ ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે. ત્યારે અર્થ ચૌધરીની આ ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ઇનસાઇડ એફપિવી સાથે ઈઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપની વચ્ચે ખાસ MOU સાઇન કરાયું છે.
કાળઝાળ ગરમીથી આગામી 5 દિવસ કોઈ રાહત નહિ મળે, આટલું કરશો તો બચી જશો
પ્રથમ ફેઝમાં સુરતથી 100 ડ્રોન ઈઝરાયલ મોકલાશે
સ્થાપક ઈનસાઇડ FPV કંપનીના સ્થાપક અર્થ ચૌધરી કહે છે કે, ઈઝરાયલની યુએવી ડાયનામિક્સ કંપનીના દડેલિગેટ્સ સાથેની ટીમ 6 થી 7 દિવસ પહેલા કામા કાઝી ડ્રોન માટે ખાસ સુરત આવી હતી. અને સ્ટાર્ટઅપ ઇનસાઇડ એફપિવીના સ્થાપક અર્થ ચૌધરીને મળી કામા કાઝી ડ્રોન બાબતે ખાસ મીટીંગ કરી હતી. ઇઝરાયેલ કંપનીની ટીમ દ્વારા અર્થ ચૌધરીએ તૈયાર કરેલ કામા કાઝી ડ્રોનનું પરીક્ષણ પણ કર્યું હતું. અને ત્યારબાદ આ ડ્રોન ખરીદવા માટે MOU સાઈન કર્યું હતું. જેમાં આવનાર પાંચ થી છ વર્ષમાં 10000 જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે જેને લઇ 500 થી 600 કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હાલ તો પ્રથમ ફેઝમાં સુરતથી 100 ડ્રોન ઈઝરાયલ મોકલાશે.
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છે
આ ડ્રોનની ખાસિયત
- ઇઝરાયેલી કંપની ડિફેન્સ સુરક્ષા માટે ખરીદેલ કામા કાઝી ડ્રોનની એક વિશેષ ખાસિયત છે.
- આ ડ્રોનની ખાસિયત વિશે વાત કરીએ તો અઢી થી ત્રણ કિલો વેઇટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતું આ ડ્રોન છે
- આ ડ્રોન માત્રને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રોન છે. આ એક આત્મઘાતી ડ્રોન છે. એટલે કે ડિફેન્સ માટેનો એક જ વાર માત્ર ઉપયોગ કરી શકાય છે
- આ ડ્રોનની સાથે વિસ્ફોટક મિસાઈલ અથવા ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાવવામાં આવે છે
- આ ડ્રોન 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. આ ડ્રોનને 12 થી 15 કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે
- તેની પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફીટ કરાયેલા હોય છે. અને ઓપરેટ કરનાર પાસે એ પ્રકારના ચશ્મા તૈયાર કરાયા હોય છે, જે ડ્રોન પર ફીટ કરાયેલ કેમેરા દ્વારા તમામ દ્રશ્ય તેને 12 થી 15 કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે. જેના આધારે તે ડ્રોનને ઓપરેટ કરી શકે છે
- ડ્રોન 250 kmની ઝડપે ઉડતું આત્મઘાતી ડ્રોન હોવાથી તે દુશ્મન કાંઈ સમજી કે વિચારી શકે તે પહેલા તેના નિશાના પર જઈને કરોડોની ટેન્ક કે તેમના ઠેકાણાને ધ્વસ્થ કરી નાંખે છે
રહસ્યમયી છે ગુજરાતમાં આ જૈન દેરાસર, દર વર્ષે નક્કી સમય પર ભગવાન મહાવીરના લલાટે થાય છ
ભારતમાં પહેલીવાર આવી આ ટેકનોલોજી
ડ્રોન બનાવનાર ઇનસાઇડ FPV કંપનીના સ્થાપક અર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ડ્રોન આર્મી અને ડિફેન્સ માટે વન ટાઈમ યુઝ ડ્રોન છે. તેની કિંમત અંદાજે બેથી ત્રણ લાખ રૂપિયા છે. હાલ સુધી આ ટેક્નોલોજી ભારત પાસે ન હતી, પરંતુ હવે અમે ડેવલપ કરી શક્યા છે. આ માટે ભારતની ડિફેન્સ અને આર્મી દ્વારા અમને ખાસ પુરસ્કૃત પણ કરાયા છે. અમે આ ડ્રોન ભારતની ડિફેન્સને પણ આપ્યા છે. ત્યારે હવે ડિફેન્સ ક્ષેત્રે પણ ભારત આત્મનિર્ભર થઇ રહ્યું છે. જેમાં હવે ઈઝરાયલ તેમની સુરક્ષા-સર્વેલન્સ માટે ભારતથી બનેલા ડ્રોનનો ઉપયોગ કરશે.
વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસ