ઝી બ્યૂરો, અમદાવાદઃ ડાયમંડનગરી અને ટેક્સટાઈલ હબ ગણાતું સુરત હવે સિક્યોરિટી ક્ષેત્રે પણ કાઢી રહ્યું છે કાઠું. ખાસ કરીને ડિફેન્સ ટેકનોલોજીના સેક્ટરમાં સુરત ફરી રહ્યું છે મોટી છલાંગ. એવું એટલા માટે કહેવું પડે કારણ કે તાજેતરમાં જ લેબેનોનમાં પેજર બોમ્બ ફોડીને ઈઝરાયલે સમગ્ર દુનિયાને અચંબામાં મૂકી દીધી છે. હજી તો આ કઈ રીતે શક્ય બન્યું તે જાણવા માટે લોકો માથું ખંજવાળી રહ્યાં હતાં ત્યારે જ વોકીટોકી અને સોલાર બોમ્બ ફોડીને ઈઝરાયેલે એ સાબિત કરી આપ્યું છે કે તેઓ ગમે ત્યારે, ગમે તે જગ્યાએ ગમે તે સમયે ઈઝરાયેલમાં બેઠા બેઠા કંઈ પણ કરી શકે છે. હવે આ દેશની એક કંપની ટેકનોલોજીથી સજ્જ ડ્રોન માટે સુરતની કંપનીને ઓર્ડર આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા અને ટેક્નોલોજીમાં અગ્રેસર રહેવા માટે જાણીતા ઈઝરાયેલની એક કંપનીએ સુરતની ઈનસાઈડ FPV કંપનીને 10 હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. આ કંપનીએ દસ વર્ષ સુધીમાં આટલા ડ્રોન ઈઝરાયેલની કંપનીને પુરા પાડવાના છે. આજે ઈઝરાયેલા લેબનોનમાં આયોજનબદ્ધ રીતે કરેલા બ્લાસ્ટની દુનિયાભરમાં ચર્ચા છે. ત્યારે હવે ઈઝરાયેલે ડ્રોન પુરા પાડવા માટે સુરતની કંપની સાથે MoU કર્યા છે. સુરતની કંપની ઈનસાઈડ FPV અને ઈઝરાયેલની UAV ડાયનેમિક્સ કંપની વચ્ચે કરાર થયા છે. 


આ ડ્રોન શિયાચીન પાસે આવેલા વારી લા પાસના વિષમ વાતાવરણમાં પણ સારું કામ કરી શક્યા છે.ભારતીય સેનાના હિમ ડ્રોનેથોન 2 સ્પર્ધામાં આ ડ્રોન બનાવનારી કંપનીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જે તેની અસરકારકતાને સાબિત કરે છે. આ ડ્રોનને ભારતીય સેનાએ તો પ્રમાણિત કર્યા છે સાથે જ ઈઝરાયેલની કંપનીએ પણ તેનો મોટો ઓર્ડર આપ્યો છે. આ સાથે મોટી વાત એ છે કે, આ કંપનીમાં કામ કરતા તમામ લોકોની ઉંમર 24 વર્ષ કે તેની આસપાસની છે. તાજેતરમાં જ શિયાચીન પાસે આવેલા વારી લા પાસના વાતાવરણમાં ઇન્ડિયન આર્મી દ્વારા ''''હિમ ડ્રોનેથોન 2'''' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતની એફપીવીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.


mou ઇઝરાયેલ તેની સુરક્ષા અને ટેકનોલોજીમાં માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. ત્યારે ઇઝરાયેલની એક કંપની દ્વારા સુરતની એક કંપનીને 10 હજાર ડ્રોનનો ઓર્ડર આપ્યો છે. આ કંપનીએ દસ વર્ષ સુધી દર વર્ષે એક હજાર ડ્રોન ઈઝરાયેલની કંપનીને પૂરા પાડવા પડશે. ટેકનોલોજીમાં સમગ્ર વિશ્વનું વારંવાર ધ્યાન દોરતા ઇઝરાયેલની કંપનીએ સુરતની કંપનીને ઓર્ડર આપ્યો છે જેનાથી સાબિત થાય છે કે, સુરતના યુવાનો ટેકનોલોજીમાં અગ્રેસર થઈ રહ્યાં છે. કારણ કે સુરતની જે કંપનીને ઓર્ડર મળ્યો છે. તે કંપનીમાં કાર્યરત તમામ લોકોની ઉંમર 24 વર્ષ અથવા તેની આસપાસની છે.


દ્રોનની વિશેષતા-
દુનિયાના કોઇપણ ખૂણામાં બેસીને ઓપરેટ થઇ શકે છે 500 ગ્રામ વજન છે અને અઢી કિલો વિસ્ફોટક લઇ જઇ શકે છે 200 થી 300 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉંડી શકે છે. સેલ્ફ ડિસ્ટ્રોઇ થઇને ટારગેટને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે.