પોતાને ઝેર અપાયાનો દાવો કરનાર ISROના વૈજ્ઞાનિક તપન મિશ્રાનો Exclusive ઈન્ટરવ્યૂ
ઈસરોના વૈજ્ઞાનિકે પોતાને ઝેર આપવાની વાત કહેતા દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ઈસરો (ISRO) ના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટથી દાવો કર્યો કે, તેઓને વર્ષ 2017 માં ઝેર આપીને મારવાનો પ્રયાસ કરાયો હતો. તપન મિશ્રા (Tapan Misra) એ આરોપ લગાવ્યો કે, તેઓને 23 મે, 2017ના રોજ ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારે આ ખુલાસા બાદ તપન મિશ્રાએ ઝી 24 કલાક સાથે વાત કરી હતી. ઝી 24 કલાક સાથેના એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂમાં તેઓએ અનેક મોટા ખુલાસા કર્યાં.