ગૌરવ પટેલ/અમદાવાદ: ખાતર કૌભાંડની જેમ ગુજરાત કોંગ્રેસ નકલી બીયારણના મુદ્દે પણ જનતા રેડ કરશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ કે, વર્તમાન ભાજપાની સરકારમાં કૌભાંડ નથી થતા પણ આખી સરકાર કૌંભાડમાં ગળાડુબ છે. સરકાર ખેડૂતોને અને જનતાને લૂંટવાનો પ્રયાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમા ખેડૂતોને કઇ રીતે છેતરવા અને કઇ રીતે તેમને લુંટવા તે આ સરકરામાં થયેલા જમીન માપણી કૌભાંડ, મગફળી કાંડ, તુવેર કાંડ ખાતર કૌભાંડ અને પાક વિમાની ચુંકવણી ન કરવા જેવા મુદ્દાથી ઉજાગર થાય છે. નકલી બિયારણનું કારખાનું રાજ્યાના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીના કાર્યાલયથી માત્ર 20 કિલોમીટરના સર્કલમાં આવેલુ છે.


અમદાવાદ: અંગત અદાવતમાં અપહરણ બાદ હત્યા કરનારા 4 શખ્સોની અટકાયત



સરકાર આ સમગ્ર બિયારણ પ્રકરણમાં આંખ આડા કાન કરી રહ્યા છે. ખેડૂતોની દયનિય સ્થિતિનો તાગ મેળવતાં કોંગ્રેસે ઉમેર્યુ કે, ખેડૂતને જ્યારે પાકનો ઉતારો આવે ત્યારે બિયારણ અસલી અને નકલી હોવાની ખબર પડે છે. ત્યાં સુધી તેને ઘણુ નુકસાન થઇ ચુક્યુ હોય છે ગુજરાત કોંગ્રેસે નકલી બીયારણ કાંડમાં સંડોવાયેલા લોકો સામે ફોજદારી ગુનો  દાખલ કરી તેમને પાસા હેઠળ જેલમાં ધકેલવાની માંગ કરી અને ઉમેર્યુ કે જો સાચા લોકો પકડાશે તો ખેડૂતોને ન્યાય મળશે.