યુવરાજસિંહ જાડેજા પર પોલીસે લગાવી એવી ગંભીર કલમો કે જામીન માટે નેવાના પાણી મોભે ચડાવવા પડશે
ગુજરાતની અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપ કરનારા યુવરાજસિંહની ધરપકડ મુદ્દે મુશ્કેલીઓ વધી શકે છે. આજે ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યુવરાજસિંહ સાથે પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ તેમના પર ગાડી ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હોવાના દાવા સાથે પોલીસ ફરિયાદ થઇ છે. પોલીસે યુવરાજસિંહ સામે IPC 332 અને 307 હેઠળ ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર : ગુજરાતની અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપ કરનારા યુવરાજસિંહની ધરપકડ મુદ્દે મુશ્કેલીઓ વધી શકે છે. આજે ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યુવરાજસિંહ સાથે પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ તેમના પર ગાડી ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હોવાના દાવા સાથે પોલીસ ફરિયાદ થઇ છે. પોલીસે યુવરાજસિંહ સામે IPC 322 અને 307 હેઠળ ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
GUJARAT CORONA UPDATE: 13 નવા કેસ, 4 રિકવર એક પણ મોત નહી
વિદ્યા સહાયકોની ભરતી મુદ્દે આંદોલનો શરૂ કરનારા ઉમેદવારોએ સતત બીજા દિવસે વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સચિવાલયના મુખ્ય દરવાજે પોલીસે તેની અટકાયત કરી હતી. મહિલાઓ ઉપરાંત અનેક આંદોલનકારીઓને અટકાયત કરીને ગાંધીનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઇ જવાયા હતા. તેમની સાથે ચર્ચા કર્યા બાદ યુવરાજસિંહ પરત ફરિ રહ્યા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ પોલીસે તેની પણ અટકાયત કરી લીધી હતી.
કરૂણાંતિકા: કચ્છમાં જમીને પરત ફરી રહેલા ત્રણ લોકોને ટેમ્પોએ અડફેટે લેતા મોત
12 હજાર વિદ્યાસહાયકોની ભરતી કરવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલન અને આંદોલનકારીઓને જોમ પુરૂ પાડવા અને સમર્થન આપવા માટે યુવરાજસિંહ પોલીસ હેડક્વાર્ટર ગયા હતા. આંદોલનકારીઓને તેમની લડ શરૂ રાખવા માટે જણાવ્યું હતું. આંદોલનકરનારા વિદ્યાર્થીઓએ પણ યુવરાજસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાવ્યા હતા. જો કે આંદોલનકારીઓને મળીને પરત ફરી રહેલા યુવરાજસિંહને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવરાજસિંહની ગાડીને પોલીસે ઘેરી હતી. જો કે યુવરાજસિંહે ગાડી આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે યુવરાજસિંહને ખેંચીને પહાર કાઢી લીધા હતા. દરમિયાન એક પોલીસ જવાનને જા પહોંચી હતી. સમગ્ર વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
આ શું? વડોદરામાં આખા રોડ પર ભેદી ધડાકા બાદ આગ, બુઝાવવા આવેલી ફાયરની ગાડીમાં પણ આગ લાગી
યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસે આંદોલનકારીઓને ઉશ્કેરવા, સરકારી કામમાં અડચણ, ફરજ પરના પોલીસ કર્મચારી પર જીવલેણ હૂમલો કરવાનો ગુનો દાખલ કરવા મુદ્દે હાલ યુવરાજસિંહની અટકાયત કરી લેવાઇ હતી. હાલ તો યુવરાજસિંહની ધરપકડના સમાચાર સાથે જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સેંકડો વિદ્યાર્થીઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યાં છે. સોશિયલ મીડિયા પર પણ #ReleaseYuvrajsinh અને #iSupportYuvrajsinh ટ્રેન્ડ થઇ રહ્યું છે.
ગાંધીનગર પોલીસ અધિક્ષકે શું કહ્યું?
આ અંગે ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જણાવ્યું કે, ટેટ-ટાટ પાસ ઉમેદવારોને સમજાવવાનાં આવ્યા હતા. તેઓ ન સમજતાં તેમની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરેલા ઉમેદવારોને એસપી કચેરીએ લાવવામાં આવ્યા હતા. વિધાનસભાના ગેટ ચાર પર ટેટ ટાટ પાસ ઉમેદવાર રસ્તો જામ કરતા હતા. આ સમયે યુવરાજ અને દિપક ઝાલા હાજર હતા. અટકાયત કરેલા ઉમેદવારો જ્યાં રખાયા હતા ત્યાં આવીને યુવરાજે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસે યુવરાજ અને દિપક ઝાલાને અટકાવ્યા તો તેમણે પોલીસ સાથે ધર્ષણ કર્યું હતું. પોલીસે તેને અટકાવાનો પ્રયાસ કરતાં યુવરાજસિંહ ભાગ્યા હતા. જ્યારે પોલીસે તેની ગાડી અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે યુવરાજે પોલીસ પર ગાડી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જે અંતર્ગત યુવરાજ સામે કલમ ૩૦૭ અને ૩૨૨ ની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાશે. આજે ૫૫ ટેટ ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરાઇ છે જેમની સામે ૧૮૮ અંતર્ગત ગુન્હો દાખલ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube