અમદાવાદ: સોશિયલ મીડિયાના દૂર ઉપયોગથી દિવસેને દિવેસ સાઇબર ક્રાઇમની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે. અમદાવામાં યુવતીને બિભસ્ત મેસેજ કરવાના ગુનામાં આઇટીઆઇમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ ટ્વિટ કરતાં જિગ્નેશ મેવાણી સામે રોષ ભભૂકયો


પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની એક યુવતી ફરિયાદ નોંધવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે, ફેસબુકના માધ્યમથી અજાણ્યા યુવક દ્વારા તેને બિભસ્ત મેસેજ કરવામાં આવે છે. પોલીસે આ ઘટનાને પગલે સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. જેમાં આઇટીઆઇમાં અભ્યાસ કરતા યુવતીના એક સંબંધી યુવક દ્વારા તેને આ મેસેજ કરવામાં આવતું હોવોનું જાણવા મળ્યું હતું. આ યુવકે ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવ્યું હતું અને તેના દ્વારા યુવતીને બિભસ્ત મેસેજ કરતો હતો. સાઇબર ક્રાઇમનો ગુનો હેઠળ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસે આ વિદ્યાર્થીની ધરપકડ કરી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો....