મુસ્તાક દલ/જામનગર: શહેરના ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ના પ્રેક્ટીકલ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી બેન્ચની સુવિધા ન હોય 1400 જેટલા વિદ્યાર્થીઓને ફરજિયાત નીચે બેસીને ભણાવવામાં આવી રહ્યા છે. અધિકારી દ્વારા જણાવાયું કે થિયરી વિભાગમાં બેન્ચની સુવિધા હોય છે, જ્યારે પ્રેક્ટીકલ વિભાગમાં બેન્ચ રાખવી શક્ય નથી. મળતી માહિતી મુજબ કોરોના કાળ બાદ નવી બેન્ચ માટે સરકાર પાસે માંગ કરવામા આવી છે પરંતુ હજુ સુધી જામનગર ITI ને નવી બેંચો મળી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના 4 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ; યાત્રાધામ અંબાજીમાં ફરી રસ્તા બન્યા નદીઓ


જામનગરની ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની નવનિર્મિત બિલ્ડીંગમાં લિફ્ટ સહિતની સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવી છે. પરંતુ મુખ્ય સુવિધા જાણે સરકારી ચોપડે જ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે આ તાલીમ કેન્દ્રમાં કોમ્પ્યુટર, સોફ્ટવેર, ઇલેક્ટ્રિકલ સહિતના અલગ અલગ પ્રકારના 10 થી વધુ કોર્સનો અભ્યાસક્રમ કરાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને લેખનકાર્યથી લઈને ડ્રોઈંગ સુધીના કાર્ય કરવાના હોય છે પરંતુ આ આઈટીઆઈમાં નહિવત પ્રમાણમાં બેન્ચ હોવાથી મોટાભાગના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ નીચે બેસીને જ ભણી રહ્યા છે.


હવે ગણાઈ રહી છે અંતિમ ઘડીઓ! ગુજરાતમાં મેઘરાજા સૌથી પહેલા કયા વિસ્તારમાંથી કહેશે બાય 


જોકે આઈ.ટી.આઈ શિફ્ટ પ્રમાણે ક્લાસ ચાલતા હોય છે જેમાં પણ એક શિફ્ટ 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે ગામડામાં પણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચો ની સગવડ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે જામનગરની મેઇન કહેવાથી ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી બેંચની સગવડ ન હોવી તે આશ્ચર્યજનક બાબત છે. 


ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો! આ સંઘની 151 મીટર લાંબી ધ્વજા આકર્ષણનું કેન્દ


ઉલ્લેખનીય છે કે કોરોના કાળ બાદ બેન્ચો માટે માંગણી કરવામાં આવી છે પરંતુ હજી સુધી તેની ફાળવણી કરવામાં આવી નથી. જેને કારણે વિદ્યાર્થીઓને ફરજિયાત નીચે બેસીને અભ્યાસ કરવો પડે રહ્યો છે તેમ જામનગર આઈટીઆઈ ના અધિકારીઓએ જણાવ્યું હતું. 


રાજનીતિના આ આંકડાઓનું ગણિત ગુજરાતના ગૌરવ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર બનાવશે ભારતના PM