અમદાવાદ: ખૂલ્યા જગન્નાથ મંદિરના દ્વારા, ભક્તોએ કરવું પડશે નિયમોનું પાલન
જગન્નાથ મંદિરમાં આજે ખોલવામાં આવતાં પહેલાં તૈયારી કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટસીગ માટે મંદિરની બહાર ભક્તો માટે સર્કલ કરવામાં આવ્યા છે. દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ માટેની ગાઇડલાઇન્સના બેનર પણ લગાવવામાં આવ્યા છે.
ગૌરવ પટેલ, અમદાવાદ: કોરોના વાયરસના લીધે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં છેલ્લા અઢી મહિનાથી મંદિરો અને ધાર્મિક સ્થળો પણ બંધ હતા. ત્યારે હવે અનલોક બાદ મંદિરો એક બાદ એક ખુલી રહ્યા છે ત્યારે ગુજરાતના મોટા મંદિરોને પણ ખોલવામાં આવ્યા છે.
અનલોક 1 (Unlock1) માં 8 જૂનથી રાજ્યના અનેક મંદિરોના દ્વાર ખૂલી ગયા હતા. જેમાં ભગવાન દ્વારકાધીશ, સોમનાથ મહાદેવ મંદિર, અંબાજી મંદિર વગેરે મંદિરોને ખુલી ચૂક્યા છે. ત્યારે અમદાવાદમાં આવેલું જગન્નાથ મંદિર અને ડાકોરનું રણછોડરાયજી અને BAPSના મંદિરો ખુલશે.
મહત્વનું છે કે જગન્નાથ મંદિરમાં આજે ખોલવામાં આવતાં પહેલાં તૈયારી કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટસીગ માટે મંદિરની બહાર ભક્તો માટે સર્કલ કરવામાં આવ્યા છે. દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ માટેની ગાઇડલાઇન્સના બેનર પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિર પ્રવેશ માટે સેનીટાઇઝ ટનલ લગાડવામાં આવી છે.
મંદિર દર્શન કરવા માટે આવનાર ભક્તોએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. મંદિર પ્રવેશ આપતાં પહેલાં ફરજિયાત ટેમ્પેરેચર ચેકિંગ કરવામાં આવશે. મંદિરમાં હાથ પગ ધોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભક્તોએ પોતાના પગરખા ગાડીમાં જ મુકવાના રહેશે.
મહત્વનું એ છે કે મંદિરમાં પ્રસાદ પ્રથા બંધ કરવામાં આવી છે. છિંક અથવા ઉદરસ ખાતી વેળાએ દુપટ્ટા કે રૂમાલ વડે માં ઢોકવાનુ રહેશે. દરેક વ્યક્તિઓએ આરોગ્યનું સ્વ નિરીક્ષણ કરવાનું રહેશે. દર્શનાર્થીઓએ શ્વાસોશ્વાસના શિષ્ટાચારનું જાતે પાલન કરવાનું રહેશે.
આ ઉપરાંત મંદિર પરિસરની આસપાસ થૂંક્વા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તથા સરકારી ગાઇડલાઇન મુજબ આરોગ્યસેતૂ એપ્લિકેશનના ઉપયોગ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ભક્તો મૂર્તિ કે પુસ્તકોના સ્પર્શ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube