ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કાર અકસ્માત મામલે વધુ એક મોટો ખુલાસો: 400 કરોડની ઠગાઇનું કનેક્શન ખૂલ્યું
ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારને લઈને વધુ એક ખુલાસો થયો છે. જેગુઆર કારનું રજિસ્ટ્રેશન અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે. તથ્ય પટેલ જે કાર ચલાવતો હતો તે કાર ક્રિશ વરિયા નામની વ્યક્તિના નામે રજિસ્ટર છે.
Iskcon Bridge Accident: અમદાવાદીઓ મોડી રાતે ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. અમદાવાદમાં છેલ્લા એક દાયકાનો સૌથી મોટો અને ભયાનક અકસ્માત ઇસ્કોન બ્રિજ પર થયો છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે.
શું 4 લાખમાં અમારો 20 વર્ષનો દીકરો પરત આવશે? આવતો હોય તો અમે સરકારને 8 લાખ આપીશું
ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારને લઈને વધુ એક ખુલાસો થયો છે. જેગુઆર કારનું રજિસ્ટ્રેશન અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે. તથ્ય પટેલ જે કાર ચલાવતો હતો તે કાર ક્રિશ વરિયા નામની વ્યક્તિના નામે રજિસ્ટર છે. ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા સામે 400 કરોડની ઠગાઇની CBI તપાસ થઇ છે. આ સમગ્ર અકસ્માતમાં ગુનાહિત ટોળકી સંડોવાયેલી છે.
Iskon Accident: 9 જિંદગીઓ હણનાર અબજોપતિ નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6ની અટકાયત
પ્રજ્ઞેશ પટેલ અને હિંમાશુ વરિયા પાર્ટનર
જેગુઆર કાર Gj01wk0093નું RTOમાં રજિસ્ટ્રેશન ક્રિશ વરિયાના નામે હોવાનું બહાર આવ્યું છે. ક્રિશ વરિયાના પિતા હિમાંશુ વરિયા છે અને હિમાંશુ વરિયા સામે પણ CBIએ તપાસ કરી છે. હિમાંશુ વરિયા સામે 400 કરોડની CBI તપાસ કરી છે. કરોડોની ઠગાઈ મામલે CBIએ 9 સ્થળે દરોડા પાડ્યા હતા. કરોડો રુપિયાની ઠગાઇના કેસમાં હિમાંશુ વરિયા સામે તપાસ કરાઇ હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે.
ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું: આ જિલ્લામાં બે દિવસ શાળાઓ બંધ, કેશોદમાં 6 ઈંચ, જામનગરમા
કરોડોની છેતરપિંડી
CBIની એક ટીમ ઘણા દિવસોથી અમદાવાદમાં હિંમાશુ વરિયા વિરુદ્ધ તપાસ કરી રહી છે. વરિયા એન્જિનિયરિંગે 452 કરોડની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. વરિયાના સંચાલકોએ 2013થી 2017 દરમિયાન આ ઠગાઈ આચરી હતી. જ્યારે મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડે 72.55 કરોડની ઠગાઈ કરી છે. મેસર્સ ગોપાલા પોલિપ્લાસ્ટના સંચાલકોએ 2017થી 2019 દરમિયાન ઠગાઈ આચરી હતી. બન્ને કંપની પર CBIમાં અલગ અલગ ગુના નોંધાયા છે.
આ નિવેદન સાંભળી તમારું લોહી ઉકળી જશે, નફ્ફટાઈથી વકીલે કહ્યું; લોકોની ભૂલ હતી...'
હિંમાશુ વરિયા સામે શું છે આરોપ?
ક્રિશ વરિયાના પિતા હિંમાશુ વરિયા અને તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ ધંધામાં ભાગીદાર છે. હિમાંશુ વરિયાએ બેંકમાંથી ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈને ઉચાપત કરી હોવાની ફરિયાદ થઈ હતી. આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે. તેમણે વિવિધ બેંકો સાથે 400 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ છે. તેણે સરકારી કર્મચારીઓની મદદથી દસ્તાવેજોમાં છેડછાડ કરી ઠગાઈ આચરી છે.
ઇસ્કોન બ્રિજની પનોતી બેઠી! 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના થોડા જ અંતરે ચાર ગાડીઓ અથડાઈ