Iskon Accident: શું 4 લાખમાં અમારો 20 વર્ષનો દીકરો પરત આવશે? આવતો હોય તો અમે સરકારને 8 લાખ આપીશું

Iskon Accident:જો કે રાજ્ય સરકારે મૃતક પરિવારને સહાય માટે 4 લાખ રૂપિયાની મદદની પણ જાહેરાત કરી છે, પણ પરિવારજનો આર્થિક સહાયને બદલે ન્યાયની માંગણી કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોની માંગણી છે કે અમારે પૈસા નહીં ન્યાય જોઈએ છે.

Iskon Accident: શું 4 લાખમાં અમારો 20 વર્ષનો દીકરો પરત આવશે? આવતો હોય તો અમે સરકારને 8 લાખ આપીશું

Iskcon Bridge Accident: અમદાવાદના એસ જી હાઇવે ઉપર એક લક્ઝરિયસ કાર ચાલકે અકસ્માત સર્જી 9 લોકોને મોતના ઘાત ઉતાર્યા. મોડી રાત્રે ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં મદદ કરવા પહોંચેલા લોકોને પાછળથી કાર ચાલકે અકસ્માત કરતા 12 લોકોને સારવાર માટે સોલા સિવિલ લઇ જવા પડ્યા હતા. 

જો કે ઘટના સ્થળે જ 9 લોકોના મોત નિપજ્યા હતા, જયારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. ત્રણ વ્યક્તિઓની સ્થિતિ નાજુક થતા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જો કે જેમના મોત નિપજ્યા હતા. તેમાંથી એક વ્યક્તિની ઓળખ થઇ શકી ન હતી. પાછળથી તેની ઓળખ ટ્રાફિક પોલીસ કર્મી તરીકે થઇ. આમ 9માંથી 3 પોલીસ કર્મીઓ છે. 

જો કે રાજ્ય સરકારે મૃતક પરિવારને સહાય માટે 4 લાખ રૂપિયાની મદદની પણ જાહેરાત કરી છે, પણ પરિવારજનો આર્થિક સહાયને બદલે ન્યાયની માંગણી કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોની માંગણી છે કે અમારે પૈસા નહીં ન્યાય જોઈએ છે. શું 4 લાખમાં અમારો 20 વર્ષનો દીકરો પરત આવશે. આવતો હોય તો અમે સરકારને 8 લાખ આપીશું. 

બીજી તરફ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મૃતક સ્વજનોની મુલાકાત સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કરી. જેમાં તેમણે પરિવાર જનોને ન્યાય અપાવવાની બાંહેધરી આપી અને સમગ્ર ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું. જો કે આ સામે ટ્રાફિક પોલીસે પણ તટસ્થ તપાસ કરવાની બાંહેધરી આપી છે અને સ્ટિમ્સ હોસ્પિટલના સારવાર લઇ રહેલા તથ્ય પટેલના ડોક્ટરની સલાહ બાદ પોલીસ તેની પૂછતાછ કરશે તેવી બાંહેધરી પણ આપી છે. બીજી તરફ એસ જી હાઇવે ઉપર થતા અકસ્માતને લઇ ટ્રાફિકના ઉચ્ચ પોલીસ અધિકારી સફીન હસને જણાવ્યું કે, આ માટેની ડ્રાઈવ હાલ ચાલુ છે અને SG હાઇ-વે ઉપર કેમેરા લગાડવાની કામગીરી પણ ચાલુ છે. 

પહેલાં અકસ્માતમાં મદદ માટે ઉભો રહ્યો ત્યાં મારા પર ગાડી ફરી વળીઃ
અલ્તમલ કુરૈશી નામનો યુવક ઠારનો અતસ્માત થયો ત્યારે રસ્તા પર ત્યાં મદદ કરવા માટે ઉતર્યા હતાં. તેણે જણાવ્યુંકે, પબ્લિક ત્યાં ફોટા પડાવી રહી હતી. એટલાં પાછળથી ગાડી આવી અને બધાને ઉડાવીને લઈ ગઈ. એકસો 170થી ઉપરની સ્પીડ હોઈ શકે છે. કાર ચાલક પીધેલી હાલતમાં હોય એવું લાગી રહ્યું હતું. હું માત્ર પાછળ જોવા ગયો એટલાં માં જ મને પાછળથી ગાડીવાળાએ ઉડાવી દીધો. મારા એક મિત્રની હાલત પણ ખુબ ગંભીર છે. તે હાલ અસારવા હોસ્પિટલમાં દાખલ છે. ગાડી ફુલ સ્પીડમાં આવી હતી. 9 લોકો ત્યાં જગ્યા પર જ મૃત્યુ પામ્યાં હતાં.

અકસ્માતની ઘટના બાદ અધિકારીઓની તપાસ સમિતિ રચાઈ
ઘટનાની તપાસ માટે 5 પોલીસ ઈન્સપેક્ટર એટલેકે, પી.આઈ. ત્રણથી વધુ ડીસીપી, જોઈન્ટ પોલીસ કમિશ્નર અને ખુદ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર પોતે આ અકસ્માતની ઘટનાનું નિરિક્ષણ કરશે. 

સરકાર તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે?
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, આરટીઓનો રિપોર્ટ પાંચ વાગ્યા પહેલાં મળી જશે. કાલે સાંજ પહેલાં પીએમ અને એફએસએલનો રિપોર્ટ પણ આપશે. આ કેસમાં એક અઠવાડિયામાં ચાર્જશીટ ફાઈલ કરાશે. સ્પેશિયલ પીપીની નિમણૂક કાલ સાંજ પહેલાં થશે. ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news