મુસ્તાક દલ/જામનગર: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જૈન સમાજ હવે મેદાને આવ્યું છે. જૈન સમાજની રાજકીય પક્ષો દ્વારા કરાતી અવગણના વિધાનસભામાં જૈન સમાજના આગેવાનોને સ્થાન મળે તેવી માંગ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં એક પછી એક સમાજ ટિકિટો માટે ભારતીય જનતા પાર્ટી પાસે માંગ કરી રહી છે એ જ રીતે હવે જૈન સમાજ પણ ગુજરાતભરમાં અલગ અલગ જિલ્લાઓમાં બેઠકો યોજી વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાના પ્રતિનિધિઓને ભાજપમાંથી ટિકિટ મળે તે માટે ઝુંબેશ શરૂ કરી છે


જામનગરમાં ઓશવાળ સેન્ટર ખાતે સમસ્ત જૈન સમાજના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં મુંબઈથી ખાસ પધારેલા જૈન સમાજના અગ્રણી પરેશભાઈ શાહ અને જામનગરના જૈન અગ્રણી વી.પી મહેતાની આગેવાની હેઠળ જામનગર સહિત સમગ્ર જૈન સમાજના ફિરકાઓના આગેવાનોની મહત્વની બેઠક યોજવામાં આવી હતી.


બેઠકમાં જૈન સમાજના અગ્રણી અને શહેરના મેયર બીનાબેન કોઠારી, શેતલબેન શેઠ, આર.કે.શાહ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં જૈન સમાજની આશરે 10% જેટલી વસ્તી હોય ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જૈન સમાજના 10થી 15 જેટલા પ્રતિનિધિઓને વિધાનસભામાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તે માટેની પ્રબળ માંગણીઓ કરવામાં આવી રહી છે.


જુઓ આ પણ વીડિયો:-